Top Stories

મહિને વાતાવરણ એકદમ અલગ, આંધી વંટોળ સાથે માવઠુ ઘાતક બનશે, જાણો આગાહી

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરપૂર્વ- પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 5 દિવસ તાપમાન પણ યથાવત રહેશે. ઉત્તરપૂર્વ- પૂર્વ ફૂંકાતા મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે.

જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે. હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે લઘુતમ તાપમાન વધશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14થી 16 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 17-18માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.

ફેબ્રુઆરી મહિનામાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે અને અરબ સાગરનો ભેજ હોવા છતાં વાદળો બરોબર બનતા નથી. જેની અસર ચોમાસા પર થઈ શકે અને ઉભા કૃષિ પાકોમાં ઘઉં જેવા પાકોમાં દાણા પોચા પડી જવાની શક્યતાઓ રહેશે. ભારે પવનના કારણે પણ બાગાયતી અને શિયાળું પાકને અસર થઈ શકે છે.