Top Stories

વરસાદ છોડો! ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો! જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડિપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે. આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાઈક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય. આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.   

 

22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા, નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. હમણાં સવારના ભાગમાં રાજ્યના ભાગોમાં ઠંડીનો ચમકારો વધે, ઉત્તરગુજરાતના ભાગોના કેટલાક ભાગમાં 13 ડિગ્રીએ પારો જઈ શકે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી વર્તાઈ શકે, દરિયાકિનારાના ભાગોમાં 20 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 17થી 18 ડિગ્રી રહી શકે, મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી રહી શકે.

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે હાલમાં યુરોપ અને એશિયાના ભાગોમાંથી આવતા ઠંડા પવનોએ ગુજરાત સહિત વિસ્તારોમાં ઠંડીમાં વધારો કર્યો છે. જોકે, આ ઠંડીનો સમયગાળો ટૂંકા વિરામ સાથે આગળ વધશે. તેમની આગાહી મુજબ, 18 થી 20 નવેમ્બર સુધી રાજ્યના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે અને વાતાવરણ મોટે ભાગે શુષ્ક રહેવાની શક્યતા છે. આ સમયગાળો ખેડૂતોને તેમના પાકની સંભાળ માટે અનુકૂળ રહેશે.

 

નવેમ્બર મહિનામાં દરિયાઈ સિસ્ટમની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પરેશાન સિસ્ટમ બનવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે.

 

હાલમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ માં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. રાજ્યનું સૌથી નીચું અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં 13.5 અને કેશોદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.