આજના સમયમાં ડેબિટ કાર્ડ (Debit Card) દરેકની પાસે હોય છે. દરેક ડેબિટ કાર્ડ પર કાર્ડધારકને લાખો રૂપિયાનો દુર્ઘટના વીમો આપવામાં આવે છે. કેટલાક લોકોને આની જાણ હશે, પરંતુ ઘણા લોકોને આ વિશે ખબર નથી હોતી અને બેંક પોતે આ વિશે ક્યારેય જણાવતી નથી.
મુશ્કેલ સમયમાં આ વીમો પરિવાર માટે ઘણો મદદરૂપ થઈ શકે છે. જો તમે SBIના ATM કાર્ડનો ઉપયોગ કરો છો, તો જણાવી દઈએ કે SBI પોતાના કાર્ડ પર બે પ્રકારનો વીમો આપે છે. અલગ-અલગ કાર્ડની કેટેગરીના હિસાબથી તેની રકમ પણ અલગ-અલગ હોય છે. અહીં જાણો તમારા કાર્ડ પર કેટલો વીમો મળે છે.
આ વીમા કવર ડેબિટ કાર્ડધારકને હવાઈ મુસાફરી ઉપરાંત આકસ્મિક મૃત્યુ માટે પ્રદાન કરવામાં આવે છે. જો દુર્ઘટનાની તારીખથી છેલ્લા 90 દિવસ દરમિયાન એટીએમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો આ વીમા કવર માટે દાવો (ક્લેમ) કરી શકાય છે.
આ વીમો ડેબિટ કાર્ડધારકને ફક્ત એર એક્સિડન્ટલ ડેથ માટે કવર કરે છે. દુર્ઘટનાની તારીખથી 90 દિવસ પહેલાં સુધી જો આ કાર્ડ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હોય, અને જે હવાઈ મુસાફરીમાં દુર્ઘટના થઈ હોય તે મુસાફરીની ટિકિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી હોય, તો વીમા માટે દાવો (ક્લેમ) કરી શકાય છે.
પર્સનલ એક્સિડન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ) નોન-એર: 2,00,000 સુધીનો વીમો
- SBI Gold ડેબિટ કાર્ડ (Visa/MasterCard): પર્સનલ એર એક્સિડન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ): ₹4,00,000
- SBI Platinum ડેબિટ કાર્ડ (Visa/MasterCard): પર્સનલ એર એક્સિડન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ): ₹10,00,000
- SBI Visa Signature/MasterCard ડેબિટ કાર્ડ: પર્સનલ એર એક્સિડન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ): ₹20,00,000
-SBI RuPay Platinum ડેબિટ કાર્ડ: એર એક્સિડન્ટલ ડેથ અથવા પર્મેનન્ટ ડિસેબિલિટી: ₹2,00,000 (આ માટે કાર્ડનો ઉપયોગ એક્સિડન્ટના 30 દિવસ પહેલાં ઓછામાં ઓછો એક વખત થયો હોવો જોઈએ.)
આ વીમો ત્યારે જ લાગુ પડે છે જો ડેબિટ કાર્ડનો ઉપયોગ એક્સિડન્ટના 90 દિવસ પહેલાં ઓછામાં ઓછો એક વખત કોઈપણ નાણાકીય વ્યવહાર (ATM, PoS, અથવા e-Commerce) માટે થયો હોય.
- એર એક્સિડન્ટલ ડેથના કેસમાં, એર ટિકિટ આ જ ડેબિટ કાર્ડથી ખરીદવામાં આવી હોવી જોઈએ
કેવી રીતે મળશે વીમાની રકમ?
જો કોઈ એટીએમ કાર્ડધારકનું દુર્ઘટનામાં મૃત્યુ થાય, તો કાર્ડધારકના નોમિનીએ તે બેંકની શાખામાં જવું પડે છે જ્યાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું. ત્યાં જઈને વળતર માટે અરજી આપવાની રહે છે. બેંકમાં જરૂરી દસ્તાવેજો જમા કરવાના હોય છે. થોડા દિવસો બાદ નોમિનીને વીમાનો ક્લેમ મળી જાય છે, પરંતુ ધ્યાન રાખો કે એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાના 45 દિવસની અંદર કાર્ડધારકનું મૃત્યુ કે દુર્ઘટના થઈ હોય તો જ વીમા પોલિસી હેઠળ સંબંધિત વ્યક્તિના આશ્રિત વળતર માટે દાવો કરી શકે છે.