Prabhakar Raghavan: વિશ્વની અગ્રણી આઇટી અને ટેક કંપનીઓમાં બે બાબતો સમાન છે. પ્રથમ મોટાભાગની કંપનીઓ અમેરિકાની છે અને બીજું તેમાં મોટા હોદ્દા ધરાવતા લોકો ભારતીય છે. ગૂગલથી માઇક્રોસોફ્ટ સુધી, સુંદર પિચાઇ, સત્ય નડેલા, શાંતનુ નારાયણન, નીલ મોહન, અરવિંદ કૃષ્ણા, પરાગ અગ્રવાલ, સંજય મેહરોત્રા અને નિકેશ અરોરા સહિત ઘણા ભારતીયો ટોચની ટેક કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દા ધરાવે છે. આ ફેમસ ચહેરાઓમાં એક નામ પ્રભાકર રાઘવનનું છે, જેઓ ગુગલમાં મોટું પદ ધરાવે છે.
પ્રભાકરન રાઘવનની કુશળતા અને અનુભવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગૂગલ તેમને વાર્ષિક રૂ. 300 કરોડ પગાર તરીકે ચૂકવે છે. સુંદર પિચાઈની જેમ પ્રભાકર રાઘવને પણ આઈઆઈટીમાંથી અભ્યાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં આ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ચાલો તમને જણાવીએ કે પ્રભાકર રાઘવન કોણ છે?
ભોપાલથી ચેન્નાઈ અને ત્યાંથી અમેરિકા પહોંચ્યા
ભોપાલમાં જન્મેલા અને ઉછરેલા પ્રભાકર રાઘવને કેમ્પિયન સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. IIT મદ્રાસની વિદ્યાર્થી વેબસાઇટ અનુસાર પ્રભાકર રાઘવન B.Tech કરવા માટે IIT મદ્રાસમાં જોડાયા અને 1981માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. વધુમાં તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી પૂર્ણ કર્યું.
દરરોજના કામના સમાચાર જાણવા અમારા
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો
ગૂગલે 300 કરોડનો પગાર કેમ આપ્યો?
આ પછી પ્રભાકર રાઘવને કરિયરની શરૂઆત કરી. તેમણે ઘણા વર્ષો સુધી સર્ચ એન્જિન યાહૂ અને આઈબીએમમાં વિવિધ જવાબદારીઓ નિભાવી. આ સમયગાળા દરમિયાન તેણે અલ્ગોરિધમ્સ, ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગ પર ઘણું કામ કર્યું. વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની વધતી માંગને કારણે તમામ ટેક કંપનીઓ તેના પર ઝડપથી કામ કરી રહી છે.
આ જ કારણ હતું કે ગૂગલે પ્રભાકર રાઘવનને હાયર કર્યા હતા. પ્રભાકર રાઘવન ગૂગલમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. અહીં તે ગૂગલ સર્ચ, આસિસ્ટન્ટ, એડવર્ટાઈઝિંગ અને પેમેન્ટ પ્રોડક્ટ્સની કામગીરીની દેખરેખ રાખે છે. ડીએનએ રિપોર્ટ અનુસાર પ્રભાકર રાઘવનને 2022માં ગૂગલ તરફથી લગભગ 300 કરોડ રૂપિયાનો પગાર મળશે.