Top Stories

સોના ચાંદીએ તો દી દીધા, ભાવમાં તોતિંગ વધારો, જાણો આજનો શું છે ભાવ

સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. 14 જૂન, શનિવારના રોજ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન જેવા મોટા શહેરોના બુલિયન બજારમાં, 10 ગ્રામ 24 સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. ત્યારે ચાલો જાણીએ આજની સોના અને ચાંદીની લેટેસ્ટ કિંમત.

14 જૂન, શનિવારના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 93,110 રૂપિયા પર છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,01,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 1,01,410 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,960 પર છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10 ગ્રામ સોનું 1,01,460 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 93,010 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો

14 જૂન, શનિવારે ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો નોંધાયો છે. આજે કિલો ચાંદી 1,10,100 રુપિયે પહોંચી ગઈ

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર

સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે