Top Stories

ઓગસ્ટનું પ્રથમ પખવાડિયું ભારે રહેશે, અંબાલાલની આગાહીને મજાકમાં ન લેતા

ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થવાની તૈયારીઓ કરી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળી શકે છે.

હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે ગુજરાતમાં જલદી જ ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે એવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસાર, રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થવાની સંભાવના છે. તેઓએ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી એક મજબૂત વરસાદી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરીથી સારો વરસાદ જોવા મળી શકે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમ હવે ધીરે-ધીરે પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધી રહી છે. જેથી મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગો 8-10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશી

તેમણે જણાવ્યું કે ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત થઈને મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ પણ ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

આગાહી અનુસાર, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સિસ્ટમ ધીરે-ધીરે આગળ વધશે એટલે નવસારી-સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે, એમ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે.