Top Stories

ઓવર સ્પીડમાં વાહન ચલાવશો તો આવી બનશે, 1 જુલાઇથી નવો નિયમ લાગુ થશે

હવે ભારે સ્પીડથી કાર ચલાવી તો આવી બનવાનું. આવી ઓવર સ્પીડ કારના ચાલક સામે કાર્યવાહી થશે. 1 જુલાઈથી કેન્દ્ર સખ્ત નિયમ લાવી રહી છે. નવા માળખા અનુસાર બધા ગતિ માપક સાધનોએ વેરિફીકેશન હેઠળ પસાર થવું પડશે અને તૈનાતી પહેલા અધિકૃત વેરિફીકેશન અને મહોર હાંસલ કરવી પડશે. આ પ્રક્રિયાનો ઉદેશ ગતિ અને અંતર માપવા માટે ચોકકસ આંકડાની ગેરંટી દેવાની છે, જે પરિવહનના કાયદાને લાગુ કરવા માટે મહહત્વપૂર્ણ છે.

વધતા માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ દોરમાં સરકાર તરફથી એક મોટું પગલું ઉઠાવવામાં આવી રહ્યુ છે. માર્ગ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે અને ટ્રાફિકની મુશ્કેલીઓને ઘટાડવા માટે નવું સાધન લાવવામાં આવ્યું છે.

વાહનની ગતિને માપવા માટે હવે રડાર સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે વિધિક માપ વિજ્ઞાન (સામાન્ય) નિયમ-2011 અંતર્ગત વાહનોની ગતિ માપતા રડાર માટે નિયમ સૂચિત કરાયા છે. તેને 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

ગ્રાહક મામલાના મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે નવા નિયમ લાગુ થવાથી ઉદ્યોગો અને પ્રવર્તન એજન્સીઓને જોગવાઈઓનું પાલન કરવાનો પર્યાપ્ત સમય મળશે. તે રસ્તાઓ પર વાહનોની ગતિ માપવા માટે વ્યાપક રૂપે ઉપયોગ કરવામાં આવનાર 'માઈક્રોવેવ ડોપલર રડાર ઉપકરણ' પર લાગુ થશે.

આ નિયમ વિસ્તૃત ટેકનીક અને સુરક્ષા જરૂરિયાતોને પુરી કરે છે. આવા ઉપાયોથી ટેકનોલોજીની વિશ્વસનીયતા અને કાનુની જવાબદારીને પ્રોત્સાહન મળશે. એજન્સીએ નવા માળખા મુજબ બધા ગતિ માપક સાધનોના વેરિફીકેશનથી પસાર થવું પડશે અને તૈનાતીના પહેલા અધિકૃત વેરિફીકેશન અને મહોર મેળવવી પડશે.

આ પ્રક્રિયાનો ઉદેશ ગતિ અને અંતરના માપ માટે ચોકકસ આંકડાની ગેરંટી આપવાનો છે, જે પરિવહન કાનુન લાગુ કરવા માટે મહત્વપૂર્ણ છે. આ નિયમના કાર્યાન્વયનથી બધા પક્ષોને અને લાભ મળશે.

સામાન્ય લોકો માટે રડાર આધારિત ગતિ માપ ઉપકરણોનુ ફરજિયાત વેરિફીકેશન અને સ્ટેમ્પીંગ, ગતિની સીમાના ચોકકસ પ્રવર્તનને નિશ્ર્ચિત કરશે, જેથી અનુચીત દંડને રોકી શકાશે અને માર્ગ સુરક્ષામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે