Top Stories

મહિનાના છેલ્લા દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. હાલના સમયમાં આ ટ્રેડીંગ દિવસોમાં ભાવમા ગરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં વધારો થયો (Today Gold rate) અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.

શુક્રવારે ચાંદી 3,000 રૂપિયા ઘટીને 97,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા ગુરુવારે પણ ચાંદી 3,000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 97,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

શુક્રવારે 24 કેરેટ સોનું 87,420 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 80,140 ,18 કેરેટ રૂપિયા 65,570 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે