દેશમાં LPG એટલે કે રાંધણ ગેસની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. તેથી ગેસ એજન્સીઓનો બિઝનેસ પણ સારો નફો પ્રદાન કરી રહ્યો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) હેઠળ છેલ્લા અમુક વર્ષોમાં કરોડો પરિવારોને મફત કનેક્શન આપવામાં આવ્યા છે. જેનાથી LPG ગ્રાહકોની સંખ્યા 2014માં 14.52 કરોડથી વધીને 2025માં 33.52 કરોડ થઈ ચૂકી છે. એવામાં જોઈએ તો ભારતમાં તેની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેથી LPG ડિસ્ટ્રીબ્યૂશનશિપ એક સારો બિઝનેસ ઓપ્શન બની શકે છે.
આજે અમે તમને આ લેખમાં LPG એજન્સી દ્વારા બંપર કમાણી અને સાથે જ એક સિલિન્ડર પર તમને કેટલું કમિશન મળી શકે છે અને કેવી રીતે તમે LPG ગેસ સિલિન્ડર એજન્સી શરૂ કરી શકો છો.
કઈ કંપનીઓ પાસેથી મળી શકે છે ગેસ એજન્સી? :- ભારતમાં 3 સરકારી ઓઇલ કંપનીઓ LPG ડીલરશિપ આપે છે. ઇન્ડિયન ઓઇલ – ઇન્ડેન ગેસ, ભારત પેટ્રોલિયમ – ભારત ગેસ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ – એચપી ગેસ
જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત :- જમીન રોડ સાથે કનેક્ટ હોવી જોઈએ જેથી વાહન સરળતાથી પહોંચી શકે. સિલિન્ડર સ્ટોર કરવા માટે ગોડાઉન બનાવવું જરૂરી છે. જમીન પોતાની અથવા 15 વર્ષની લીઝ પર હોવી જોઈએ. OMC અધિકારીઓ દ્વારા ફિલ્ડ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ ચેકિંગ થાય છે.
કોણ કરી શકે છે અરજી? :- ભારતીય નાગરિક હોવો જોઈએ. અરજીકર્તા ઓછામાં ઓછો 10 પાસ હોવા જોઈએ. ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એજન્સી શરૂ કરવા માટે અરજી ફી રૂ.10,000 (નોન-રીફન્ડેબલ) ચૂકવવી પડશે. પરિવારનો કોઈ સભ્ય OMCમાં કાર્યરત હોવો જોઈએ. SC/ST, સ્વતંત્રતા સેનાની, પૂર્વ સૈનિક અને રાષ્ટ્રીય ખેલાડી વગેરેને આ એજન્સી શરૂ કરવા માટે ખાસ સુવિધાઓ મળશે
કેટલો થશે ખર્ચ? :- શરૂઆતમાં 15થી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ (સિક્યોરિટી ડિપોઝિટ, ગોડાઉન, ઓફિસ, વાહન, સાધનો), દેશમાં ઘણી બેંકો અને NBFC એજન્સી માટે લોન પણ આપે છે.
કેટલી થશે કમાણી? :- 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર રૂ.73.08 કમિશન મળે છે. 5 કિલોગ્રામના સિલિન્ડર પર રૂ.36.64 કમિશન મળે છે. સ્ટોવ, રેગ્યુલેટર, પાઇપ વગેરે વેચીને વધારાની આવક મળે છે. દર મહિને ઓછામાં ઓછી રૂ.50-70 હજારની આવક મેળવી શકાય છે. જો કોઈ વિતરક દર મહિને 15000 સિલિન્ડર સપ્લાય કરે છે, તો તેઓ રૂ.4-5 લાખ કમાઈ શકે
કેવી રીતે કરવી અરજી? - ગેસ એજન્સી માટે અરજી ઓનલાઇન કરી શકાય છે. તેના માટે ઓફિશિયલ વેબસાઇટ: https://www.lpgvitarakchayan.in , www.iocl.com, www.myhpgas.in, my.ebharatgas.com આ વેબસાઇટ્સ પર જઈને તમે પોતાની એજન્સી ખોલવા માટે એપ્લાય કરી શકો છો
ગેસ એજન્સી માટે ન્યૂઝ પેપર્સ અને વેબસાઇટ્સ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. અરજી બાદ ઇન્ટરવ્યૂ અને ફિલ્ડ વેરિફિકેશન પ્રોસેસ કરવામાં આવે છે. જો એક જ વિસ્તારમાં એકથી વધારે યોગ્ય ઉમેદવાર હોય તો લકી ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવે છે.