Top Stories

એક લાખના થઈ જશે સીધા 2 લાખ રૂપિયા, આ ફંડ્સે આપ્યું જોરદાર રિટર્ન

જો તમે તમારા પૈસા બેંક FD જેવી ફિક્સ્ડ રિટર્ન સ્કીમમાં મૂકો છો, તો તમને વર્ષનું આશરે 8% વ્યાજ મળે છે. આ દરે તમારા પૈસા બમણા થવામાં લગભગ 9 થી 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે. પરંતુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એવી શ્રેણી છે જ્યાં ઓછા સમયમાં જ વધુ વળતર મળવાની શક્યતા રહે છે.

સામાન્ય રીતે જ્યારે વધારે રિટર્ન આપતા ફંડ્સની ચર્ચા થાય ત્યારે સ્મોલ કેપ ફંડ્સ અથવા સેક્ટરલ-થીમેટિક ફંડ્સનું નામ સૌપ્રથમ આવે છે. પરંતુ કેટલાક મિડ કેપ ફંડ્સ પણ એવા છે જેઓએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોના પૈસા લગભગ બમણા કરી નાખ્યા છે. એટલે કે જો કોઈએ 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત તો આજે તે મૂડી 2 લાખ કે તેથી વધુ થઈ ગઈ હોત.

આવા કેટલાક મિડ કેપ ફંડ્સની માહિતી અહીં આપી છે, જેમાં તેમનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR), 3 વર્ષ પહેલાં કરેલા રોકાણનું વર્તમાન મૂલ્ય, SIP દ્વારા મળેલ રિટર્ન, તેમનો ખર્ચ ગુણોત્તર (Expense Ratio) અને રેટિંગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. SIP દ્વારા રોકાણ કરવું વધુ સલામત માનવામાં આવે છે, તેથી અમે તેમાં SIP રિટર્નનો ઉલ્લેખ પણ કર્યો છે.

આ ફડનું 3 વર્ષનું CAGR રિટર્ન 29.31% રહ્યું છે. એટલે કે જો કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત, તો આજે તેનું મૂલ્ય લગભગ 2,16,348 રૂપિયા હોત. SIP કરનારાઓ માટે પણ આ ફંડ ઉત્તમ સાબિત થયું છે. તેના 3 વર્ષના SIP વળતર 31.38% રહ્યા છે, જે ખૂબ જ આકર્ષક છે. ડાયરેક્ટ પ્લાનનો ખર્ચ ગુણોત્તર માત્ર 0.55% છે. રેટિંગની વાત કરીએ તો, વેલ્યુ રિસર્ચે તેને 4 સ્ટાર આપ્યા છે, જ્યારે CRISIL દ્વારા તેને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન

આ ફંડનું 3 વર્ષનું CAGR વળતર 29.12% રહ્યું છે. જો કોઈએ તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેનું મૂલ્ય લગભગ 2,15,408 રૂપિયા હોત. SIP આધારિત રિટર્નની વાત કરીએ તો 3 વર્ષમાં તેનો સરેરાશ વાર્ષિક SIP વળતર 27.7% રહ્યું છે. ડાયરેક્ટ પ્લાનનો ખર્ચ ગુણોત્તર 0.7% છે. આ ફંડને વેલ્યુ રિસર્ચ તરફથી 5 સ્ટાર અને CRISIL તરફથી પણ 5 સ્ટાર રેટિંગ મળ્યું છે, જે તેની વિશ્વસનીયતા દર્શાવે છે.