Top Stories

ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં?

અત્યારે મિત્રો કાળઝાળ ગરમીએ ભુક્કા બોલાવી દીધા છે પરંતુ આ બધાની વચ્ચે કમોસમી વરસાદ ની આગાહી સામે આવી છે. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી કમઠાણ સરખો વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે.


ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતા આવી શકે છે અને 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે.

30 માર્ચ આ જિલ્લાઓમાં વરસાદ શક્યતા
30 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

31 માર્ચ આ જિલ્લામાં વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી છે.

1 એપ્રિલ આ જિલ્લામાં ખાબકશે વરસાદ
ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અને મહિસાગર જિલ્લામાં વરસાદની આગાહી