Top Stories

આગાહી એ તો હેરાન કર્યા / ભુક્કા બોલાવે તેવો અતિભારે વરસાદ રાઉન્ડ, અંબાલાલ પટેલની નવી આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે મધ્યપ્રદેશ, વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સાથે સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉતરમાં સાબરકાંઠા, ઉતર ગુજરાત, કચ્છ, ઉતર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ આગાહી 20 તારીખ આજુબાજુ કરી છે. હાલમાં વરસાદી માહોલ નથી. પરંતુ તેમને જણાવ્યું છે કે 13 કે 14 ઓગસ્ટ આજુબાજુ આખા ભારત માં ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે.

12 ઓગસ્ટ પછી વરસાદી ઝાપટા વધવાની સંભાવના વધુ છે. 17 ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને 19 થી 22 ઓગસ્ટમાં અતિભારે વરસાદ પડશે.

ઓગસ્ટ મહિનાની આગાહી કરતા અંબાલાલ પટેલ ને કહ્યું છે કે 15 ઓગસ્ટ આસપાસ આખા ભારતમાં ચોમાસું ફરીથી સક્રિય થશે.

બીજી તરફ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તેમને કારણે કરવામાં આવી છે. 

હવામાન વિભાગ તરફથી પણ આવનાર સાત દિવસ સુધી સાવ સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગનું કહેવું છે કે આવનાર દિવસોમાં બંગાળની ખાડી અને અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમના ભાગરૂપે નવો વરસાદનો રાઉન્ડ 15 ઓગસ્ટ પછી આવશે.