Top Stories

રાજ્યમાં 25 જૂનથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં મેઘો બોલાવશે ધબડાટી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને આસપાસના જિલ્લામાં વરસાદ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 25 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદ થશે.

આગામી 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. આગામી 26મી જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેને લીધે 30મી જૂન સુધી રાજ્યના ઘણાં ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, તારીખ 1થી 3 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતોએ ખેતીમાં સાચવવું અને નિચાણવાળા વિસ્તારોએ એલર્ટ રહેવું. જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી સાચવવું.