Top Stories

16 જૂનથી બદલાઇ જશે UPI સબંધિત આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો

વર્ષોમાં યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરવાનો પ્રચલન ખૂબ જ વધી ગયું છે. સરળતા અને ઝડપથી પેમેન્ટ કરવાની સગવડતાને કારણે લોકો તેનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે. જોકે, ઘણા વપરાશકર્તાઓએ અનુભવ કર્યો છે કે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં થોડો સમય લાગે છે.

હવે આ મુશ્કેલી દૂર થવા જઈ રહી છે, કારણ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઈ સિસ્ટમમાં કેટલાક મહત્વના સુધારાઓ કરવાની જાહેરાત કરી છે.

16 જૂન 2025થી યુપીઆઈ (UPI) પેમેન્ટ સિસ્ટમમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવા માટે નવી વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. હવે તમે પેમેન્ટ પ્રક્રિયા માત્ર 15 સેકન્ડમાં પૂર્ણ કરી શકો એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

અગાઉ UPI ટ્રાન્ઝેક્શન્સમાં આશરે 30 સેકન્ડ લાગતા હતા. હવે તે સમય ઘટાડી 15 સેકન્ડ કરાયો છે, જેથી તમારા પેમેન્ટ ઝડપથી પૂર્ણ થશે.

પેમેન્ટ એપ્લિકેશન્સ અને બેંકોને તેમના સર્વરો તથા API પ્રતિસાદ વધુ ઝડપી કરવાનો નિર્દેશ મળ્યો છે જેથી વપરાશકર્તાને વિલંબ વિના સેવા મળે.

પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપથી થશે, હવે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવામાં ગણી ઓછીવાર લાગશે. UPI પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને વધુ યોગ્ય અને કાર્યક્ષમ સેવા મળશે.નવી ટેકનિકલ સુધારાઓના કારણે પેમેન્ટની સફળતા દર પણ વધારે શક્ય છે