નાણા મંત્રાલયે તાજેતરની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું આયોજન કરી રહ્યું છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, સરકારે આવા દાવાઓને "ખોટા, ભ્રામક અને કોઈપણ આધાર વગરના ગણાવ્યા છે.
સરકાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાની દરખાસ્તની સમીક્ષા કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી હતી. હવે નાણા મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું વિચારી રહી છે તે દાવો સંપૂર્ણપણે ખોટો, ભ્રામક અને પાયાવિહોણો છે. હાલમાં સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત નથી.
ફેબ્રુઆરી 2025માં ભારતનું GST કલેક્શન 9.1 ટકા વધીને આશરે રૂ. 1.84 લાખ કરોડ થયું હતું. કુલ ધોરણે, સેન્ટ્રલ GST માંથી કલેક્શન રૂ. 35,204 કરોડ, સ્ટેટ GST રૂ. 43,704 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST રૂ. 90,870 કરોડ અને વળતર સેસ, માર્ચ 2025ના રોજ સત્તાવાર ડેટા મુજબ, રૂ. 813 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એક એવી સિસ્ટમ છે જેના દ્વારા તરત જ ચુકવણી કરવામાં આવે છે. તેની મદદથી બે પાર્ટીઓ મોબાઈલ પ્લેટફોર્મ પર એકબીજાને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. UPI પેમેન્ટની સુવિધાએ લોકોની લેવડદેવડની રીત બદલી નાખી છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે માર્ચ મહિનામાં જ 24.77 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા હતા.
આજકાલ લોકો નાના મોટા દરેક પ્રકારના પેમેન્ટ કરવા માટે એકદમ સરળ રીતે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરે છે. તેના દ્વારા એકદમ ઝડપથી ચૂકવણી કરવામાં આવે છે.