Top Stories
BOBના લોકરમાંથી કરોડોના દાગીના, 36 તોલા સોનું અને 1 કિલો ચાંદી ગાયબ, જાણો હવે બેંક શું કરશે??

BOBના લોકરમાંથી કરોડોના દાગીના, 36 તોલા સોનું અને 1 કિલો ચાંદી ગાયબ, જાણો હવે બેંક શું કરશે??

ગાઝિયાબાદ પોલીસે બેંક ઓફ બરોડાના લોકરમાંથી કરોડો રૂપિયાના દાગીના ગુમ થવા પાછળની કહાનીનો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં ગત ઓક્ટોબર મહિનામાં બેંક ઓફ બરોડાના લોકરમાંથી કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ થઈ જવાની ઘટનાને પગલે બેંક કર્મચારીઓના હાથ-પગ ધ્રુજવા લાગ્યા હતા. 

પીડિત પણ આઘાતમાં હતા. કરોડો રૂપિયાના દાગીના ગુમ થયા બાદ પોલીસે અનેક ટીમો બનાવી હતી. આ પછી આજે ગાઝિયાબાદની મોદીનગર પોલીસે સમગ્ર મામલામાં ખુલાસો કર્યો છે.

25 ઓક્ટોબરે મોદીનગરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં લોકર ધરાવતી ઈશા ગોયલ નામની મહિલા. મોદીનગર પોલીસને જાણ કરી કે તેના લોકરમાં રાખેલા કરોડોની કિંમતના દાગીના તેના લોકરમાંથી ગાયબ છે. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે મોદીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધ્યો હતો.

જ્યારે પોલીસે તેમની તપાસ આગળ વધારી તો સીસીટીવી અને પૂછપરછના આધારે આ વાત સામે આવી. ઈશા ગોયલ નામની મહિલાના લોકર પાસે પ્રિયા ગર્ગ નામની અન્ય મહિલાનું પણ લોકર હતું.

જ્યારે પ્રિયા ગર્ગ લોકર ખોલવા બેંક પહોંચી તો તેણે ઈશા ગોયલનું લોકર ખુલ્લું જોયું. આ પછી તેમાં રાખેલો સામાન જોઈને તેનો ઈરાદો બગડી ગયો. તેણે ઈશા ગોયલના લોકરમાં રાખેલા કરોડોના દાગીનાની ચોરી કરી હતી.

પોલીસે જ્યારે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને સર્વેલન્સની મદદથી તપાસ આગળ વધારી તો સમગ્ર મામલો સામે આવ્યો. કડક પૂછપરછ બાદ પ્રિયા ગર્ગે લોકરમાંથી દાગીના કાઢી લીધાનું કબૂલ્યું હતું. પોલીસે 36 તોલા સોનું અને 1 કિલોથી વધુ ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદને લઈને 100 ટકા રિકવરી થઈ ગઈ છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઈશા ગોયલ ભૂલથી પોતાનું લોકર યોગ્ય રીતે બંધ કરવાનું ભૂલી ગઈ હતી, જેના કારણે તેનું લોકર ખુલ્લું રહી ગયું હતું અને પ્રિયા ગર્ગ તેના લોકરમાં રાખેલા દાગીના લઈને નીકળી ગઈ હતી. પોલીસે પ્રિયા ગર્ગ નામની મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.