સુરક્ષિત રોકાણના મામલામાં કરોડો ભારતીયો જેટલો વિશ્વાસ બેન્ક પર રાખે છે, એટલો જ પોસ્ટ ઓફિસ પર પણ કરે છે. આ વિશ્વાસ પેઢી દર પેઢીનો છે કારણ કે વર્ષોથી તેના પર ભારત સરકારની ગેરંટી મળી રહી છે. આનો અર્થ એ છે કે, તમારા રૂપિયા ડૂબી જવાનું જોખમ લગભગ શૂન્ય છે. આજકાલ જ્યારે બેન્કો તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર ઘટાડી રહી છે, ત્યારે પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ ફક્ત તેના કરતા વધુ વ્યાજ જ નથી આપી રહી, પરંતુ ટેક્સ બચાવવામાં પણ મદદરૂપ થઈ રહી છે
જો તમે પણ સુરક્ષિત રોકાણ માટે વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની આ 5 યોજનાઓ વિશે જાણો. જે તમને વધુ સારા વ્યાજનો લાભ આપી શકે છે અને એક વિશાળ ભંડોળ પણ બનાવી શકે છે. સાથે જ આ યોજનાઓ ટેક્સ બચાવવામાં પણ મદદરૂપ છે. જો તમે એવા વિકલ્પની શોધમાં છો જ્યાં સુરક્ષાની સાથે-સાથે નફો પણ હોય, તો આ 5 યોજનાઓ તમારા માટે સુપરહિટ સાબિત થઈ શકે છે.
1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) - લાંબા ગાળે મોટું ફંડ બનાવવાની એક રીત
PPFએ સામાન્ય માણસ માટે લોકપ્રિય બચત યોજનાઓમાંથી એક છે. PPF એવા લોકો માટે બેસ્ટ છે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરીને મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવવા માંગે છે અથવા અન્ય કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે.
કેમ છે ખાસ
આ કમ્પાઉન્ડિંગની તાકાતનું એક ઉત્તમ ઉદાહરણ છે. જો તમે 30 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 7.1% ના દરે તમારું ફંડ 1.5 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે, જ્યારે તમારું કુલ રોકાણ ફક્ત 45 લાખ રૂપિયા હશે.
2. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) - દીકરીના ભવિષ્ય માટે એક વરદાન
જો તમારા ઘરમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી છે, તો આ યોજના તમારા માટે બનાવવામાં આવી છે. તમારી દીકરીના શિક્ષણ અને લગ્ન માટે રૂપિયા બચાવવાનો આ બેસ્ટ અને સલામત રસ્તો છે.
કેમ છે ખાસ
તેના વ્યાજ દર ખૂબ સારો છે અને તે લાંબા ગાળે તમારી પુત્રી માટે એક સારું ફંડ બનાવી શકે છે. આ યોજનામાં પુત્રી 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે 50% સુધીની રકમ ઉપાડવાની સુવિધા પણ છે.
3. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) - નિવૃત્તિ પછી નિયમિત આવક
આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે નિવૃત્તિ પછી નિયમિત આવકનો સ્ત્રોત પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે.
કેમ છે ખાસ
આ યોજના વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત અને સુરક્ષિત નિયમિત આવક આપે છે. 8.2% નો ઊંચો વ્યાજ દર તેને બેન્ક FD કરતા ઘણો સારો બનાવે છે. જો કે, તેના પર મળતું વ્યાજ ટેક્સના દાયરામાં આવે છે.
4. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
આ એવા લોકો માટે એક શાનદાર વિકલ્પ છે, જેઓ એકસાથે રોકાણ કરીને ટેક્સ બચાવવા માંગે છે અને ગેરંટીકૃત રિટર્ન પણ ઇચ્છે છે.
કેમ છે ખાસ
આ યોજનાનો વ્યાજ દર 5 વર્ષ માટે લોક થઈ જાય છે, એટલે કે તે બજારના વધઘટથી પ્રભાવિત થતો નથી. 7.7%નો વ્યાજ દર બધી FD કરતા સારો છે.
5. કિસાન વિકાસ પત્ર (KVP) - રૂપિયા બમણા કરવાની ગેરંટી
જો તમારું લક્ષ્ય તમારા રૂપિયાને એક નિશ્ચિત સમયમાં બમણા કરવાનું છે, તો કિસાન વિકાસ પત્ર તમારા માટે જ છે. આ યોજનાનું નામ ખેડૂતના નામ ભલે હોય, પરંતુ કોઈપણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે.
કેમ છે ખાસ
તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારા રૂપિયા બમણા થવાની ગેરંટી આપે છે. તમને પહેલાથી જ ખબર હોય છે કે તમારા રૂપિયા બમણા થવામાં કેટલો સમય લાગશે