ભગવાન ભરોસે ખેતી કરતા ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે ત્યારે રાજ્યનાં કૃષિ મંત્રી આ ઉપદ્રવ થી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે.
એક તરફ માવઠાનો માર તો બીજી તરફ લાલ જીવાત અને ઇયળોનો માર થી ખેડૂતો હવે બિચારા અને બાપડા બની ગયા છે. કારણ કે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની સામે જ સડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનો વાવેતર થતું હોય છે પરંતુ આ વાવેતર પર હવે લાલ જીવાત અને ઇયળની નજર લાગી છે. હાલ જિલ્લાના 25 હજાર હેક્ટર કપાસના વાવેતરમાં જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે કપાસના વાવેતરમાં પણ ખૂબ મોટો તફાવત આવ્યો છે. કારણ કે માર્કેટની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. જોકે ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તે માટે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ખેડૂતોની મદદેથી આવવું જોઈએ. આ રોગથી ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ ગયું છે, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને ઉપદ્રવના કારણે મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
આજે આપણે જાણીશુ ગઇ કાલે (08-12-2023) તમામ જણસીઓમાં કપાસનો કેટલો ભાવ બોલાયો.
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1230 | 1526 |
| અમરેલી | 1040 | 1482 |
| સાવરકુંડલા | 1321 | 1455 |
| જસદણ | 1300 | 1460 |
| બોટાદ | 1370 | 1537 |
| મહુવા | 1090 | 1413 |
| ગોંડલ | 1001 | 1521 |
| જામજોધપુર | 1250 | 1521 |
| ભાવનગર | 1250 | 1448 |
| જામનગર | 1290 | 1515 |
| બાબરા | 1310 | 1515 |
| જેતપુર | 1270 | 1461 |
| વાંકાનેર | 1200 | 1516 |
| મોરબી | 1250 | 1508 |
| રાજુલા | 1202 | 1470 |
| હળવદ | 1225 | 1513 |
| વિસાવદર | 1215 | 1471 |
| તળાજા | 1100 | 1451 |
| બગસરા | 1150 | 1481 |
| જુનાગઢ | 1225 | 1406 |
| ઉપલેટા | 1300 | 1485 |
| માણાવદર | 1300 | 1490 |
| ધોરાજી | 1286 | 1466 |
| વિછીયા | 1300 | 1450 |
| ભેસાણ | 1200 | 1482 |
| ધારી | 1000 | 1452 |
| ખંભાળિયા | 1300 | 1450 |
| ધ્રોલ | 1150 | 1501 |
| પાલીતાણા | 1205 | 1450 |
| હારીજ | 1410 | 1473 |
| ધનસૂરા | 1200 | 1385 |
| વિસનગર | 1200 | 1462 |
| વિજાપુર | 1250 | 1479 |
| હિંમતનગર | 1355 | 1457 |
| માણસા | 1111 | 1448 |
| કડી | 1291 | 1430 |
| પાટણ | 1350 | 1480 |
| થરા | 1280 | 1440 |
| તલોદ | 1205 | 1435 |
| સિધ્ધપુર | 1225 | 1468 |
| ડોળાસા | 1160 | 1480 |
| ટીંટોઇ | 1270 | 1405 |
| દીયોદર | 1350 | 1400 |
| બેચરાજી | 1250 | 1392 |
| ગઢડા | 1300 | 1471 |
| ઢસા | 1235 | 1436 |
| કપડવંજ | 1200 | 1280 |
| ધંધુકા | 1250 | 1462 |