Weather: ગુજરાત પર વધુ એક વાવાઝોડાની આફત તોડાઈ રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. તેથી તે સિસ્ટમ ડિપ્રેશન ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમુનસૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે. અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય છે. એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.
તમને જણાવી દઈએ કે, ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદ ગતિમાં વધારો થશે તેથી અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે.
મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન
ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 23 મેથી 31 મે સુધી માવઠાની આગાહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા