ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 20 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,980 રૂપિયા
20 જૂનના રોજ સોનાના ભાવમાં ફરી વધારે નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,200 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,650 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,080 રૂપિયા છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 20 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,12,100 પ્રતિ કિલોગ્રામ પર છે.
વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે.
તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.