કપાસની આવક સતત ચાલુ રહી છે પરંતુ તેમાં પણ ગત વર્ષની તુલનાએ ઓછી આવક છે. ઉત્પાદન ઓછું છે તેવા કારણોસર તો આવક ઓછી છે જ પરંતુ ખેડૂતો પણ ભાવ વધવાની આશાએ માલ સંગ્રહી રાખવાના મૂડમાં છે તેના લીધે હજુ થવી જોઇએ તેટલી આવક પણ થતી નથી. મગફળી અને કપાસ બન્નેમાં આવકો ધીમી ગતિએ જળવાયેલી રહી છે અને ભાવ પણ ટકેલા છે, ફક્ત રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ સીઝનમાં સોયાબિનની સૌથી વધુ આવક નોંધાઇ છે.
હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો મોલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના મોલનું ખરીદ - વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના માલ માં મોટી નુકસાની થવા પામી છૅ જેને લઇ ઉત્પાદન માં પામ ઘટાડો નોંધાતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છૅ તો આ બચેલો કપાસ નો માલ પાટણ માર્કેટ યાર્ડ માં વેચાણ અર્થે લઇ જતા ભાવ પણ નીચા રહેતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છૅ તો બીજી બાજુ ચાલુ વર્ષે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો
ગત વર્ષે ખેડૂતોને કપાસના રૂપિયા 1600 થી 1750 રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા માલના રૂપિયા 1350 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.જેમાં ખેડૂતો ના ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી કપાસ નો ભાવ રૂપિયા 1500 થી 1600ના થાય તો ખેડૂતોને પોષાય તેમ છૅ.
ખેડૂતો મૂંઝવણમાં મુકાયા
પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે પરંતુ ભાવ તળિયે ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે ગત વર્ષે કપાસના ભાવો હતા એના કરતાં પણ ચાલુ વર્ષે 150 થી 200 રૂપિયાનો ભાવ ઘટયો છે. જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે 1500થી વધુ નો ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે.
તા. 21/11/2023, મંગળવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1400 | 1515 |
| અમરેલી | 970 | 1476 |
| સાવરકુંડલા | 1350 | 1483 |
| જસદણ | 1380 | 1505 |
| બોટાદ | 1360 | 1529 |
| મહુવા | 1309 | 1432 |
| ગોંડલ | 1321 | 1486 |
| કાલાવડ | 1400 | 1515 |
| જામજોધપુર | 1380 | 1501 |
| ભાવનગર | 1335 | 1452 |
| જામનગર | 1200 | 1530 |
| બાબરા | 1385 | 1535 |
| જેતપુર | 1341 | 1521 |
| વાંકાનેર | 1250 | 152 |
| મોરબી | 1350 | 1520 |
| રાજુલા | 1300 | 1475 |
| હળવદ | 1301 | 1511 |
| વિસાવદર | 1300 | 1486 |
| તળાજા | 1300 | 1461 |
| બગસરા | 1300 | 1501 |
| જુનાગઢ | 1360 | 1431 |
| ઉપલેટા | 1390 | 1485 |
| માણાવદર | 1370 | 1555 |
| ધોરાજી | 1336 | 1451 |
| વિંછીયા | 1380 | 1440 |
| ભેંસાણ | 1200 | 1532 |
| ધારી | 1375 | 1500 |
| લાલપુર | 1424 | 1471 |
| ખંભાળિયા | 1370 | 1475 |
| ધ્રોલ | 1380 | 1505 |
| પાલીતાણા | 1300 | 1421 |
| સાયલા | 1400 | 1456 |
| હારીજ | 1390 | 1463 |
| ધનસૂરા | 1200 | 1400 |
| વિસનગર | 1200 | 1472 |
| વિજાપુર | 1200 | 1501 |
| કુકરવાડા | 1380 | 1461 |
| ગોજારીયા | 1280 | 1444 |
| હિંમતનગર | 1311 | 1460 |
| માણસા | 1331 | 1447 |
| કડી | 1350 | 1472 |
| પાટણ | 1325 | 1475 |
| થરા | 1350 | 1451 |
| તલોદ | 1368 | 1438 |
| સિધ્ધપુર | 1400 | 1472 |
| ડોળાસા | 1370 | 1470 |
| ટિંટોઇ | 1250 | 1418 |
| દીયોદર | 1350 | 1411 |
| બેચરાજી | 1350 | 1400 |
| ગઢડા | 1385 | 1497 |
| ઢસા | 1375 | 1450 |
| કપડવંજ | 1275 | 1300 |
| ધંધુકા | 1422 | 1474 |
| વીરમગામ | 1200 | 1440 |
| ચાણસમા | 1300 | 1429 |
| ખેડબ્રહ્મા | 1365 | 1486 |
| ઉનાવા | 1200 | 1491 |
| શિહોરી | 1175 | 1455 |
| લાખાણી | 1390 | 1430 |
| ઇકબાલગઢ | 1347 | 1444 |
| સતલાસણા | 1300 | 1381 |