આખરી ત્રણ-ચાર વર્ષનાં હવામાનને અભ્યાસુ નજરથી જોનાર હવામાન શાસ્ત્રીઓ કહે છે કે ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે. દરેક ઋતુમાં કંઇ ને કંઇ ગરબડ ઉભી થઇ છે. વરસાદ પડે, ત્યાં દે..ધનાધન, ઠંડી મોડી પડે, ઉનાળો સમયથી વહેલો ટપકી પડે તો વળી માવઠું તો મન થાય, ત્યારે હાઉકલી કરી, પારાવાર નુકશાની વેરી જાય. ખેડૂતની મહેનત માથે પાણી ફરી જતાં વાર ન લાગે.
શિયાળો આ વખતે થોડો મોડો બેઠો છે, ત્યારે પ્રારંભે જ વાવેતર હજુ બાકી છે, તે પાંચ-સાત દિવસ લેઇટ પડશે. પાણી ખૂટી જવાનાં ભય હેઠળ વહેલી વવાયેલ મોલાત માથે વરસાદનું ઠંડુ પાણી, કરા અને પવન સાથે પડેલા વરસાદનાં માઠાં પગલા બે-ચાર દિવસ પછી જોવા મળશે. હા, છેલ્લા વરસાદને લીધે બગડવામાંથી બચેલા કપાસની માઠી દશા થઇ ગઇ છે. એરંડાને પણ પુરી ઝફા થઇ છે. અહીં ખેડૂતોએ મોકલેલ તસવીરી ઝલક આપી છે
કમોસમી વરસાદના કારણે ગોંડલ યાર્ડમાં જણસી ગઈ. ખુલ્લામાં પડેલા કપાસ, ડુંગળી અને મરચાં સહિતનો પાક પલળી ગયો. આગાહીના લીધા ખેડૂતોને માલ લઈને ન આવવાની સૂચના આપવામાં આવી હતી.
બીજીતરફ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આગોતરું આયોજન હોવાથી ખેડૂતો નુકસાનથી બચ્યાં. મગફળી અને કપાસનો પાક શેડ નીચે મૂકી દેવાયો. વરસાદની આગાહીથી માર્કેટ યાર્ડના સંચાલકોએ આવક બંધ કરી છે.
રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1375 થી 1519 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 940 થી 1477 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલામાં આજના કપાસના ભાવ રૂપીયા 1325 થી 1470 રૂપીયા ભાવ બોલાયો.
જસદણમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1350 થી 1500 રૂપીયા ભાવ બોલાયો. બોટાદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1350 થી 1481 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1351 થી 1486 રૂપીયા ભાવ બોલાયો.
ભાવનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1350 થી 1426 રૂપીયા ભાવ બોલાયો. જામનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1540 રૂપીયા ભાવ બોલાયો. બાબરામાં આજના કપાસના ભાવ રૂપીયા 1345 થી 1495 રૂપીયા ભાવ બોલાયો.
જેતપુરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1241 થી 1460 રૂપીયા ભાવ બોલાયો. વાંકાનેરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1498 રૂપીયા ભાવ બોલાયો. રાજુલામાં આજના કપાસના ભાવ રૂપીયા 1300 થી 1470 રૂપીયા ભાવ બોલાયો.
તા. 27/11/2023, સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1375 | 1519 |
| અમરેલી | 940 | 1477 |
| સાવરકુંડલા | 1325 | 1470 |
| જસદણ | 1350 | 1500 |
| બોટાદ | 1350 | 1481 |
| જામજોધપુર | 1351 | 1486 |
| ભાવનગર | 1350 | 1426 |
| જામનગર | 1200 | 1540 |
| બાબરા | 1345 | 1495 |
| જેતપુર | 1241 | 1460 |
| વાંકાનેર | 1450 | 1498 |
| રાજુલા | 1300 | 1470 |
| હળવદ | 1300 | 1516 |
| વિસાવદર | 1375 | 1481 |
| તળાજા | 1380 | 1446 |
| બગસરા | 1300 | 1478 |
| જુનાગઢ | 1300 | 1458 |
| ઉપલેટા | 1300 | 1460 |
| માણાવદર | 1390 | 1575 |
| વિછીયા | 1330 | 1425 |
| ભેંસાણ | 1200 | 1500 |
| ધારી | 1335 | 1455 |
| પાલીતાણા | 1320 | 1420 |
| સાયલા | 1400 | 1475 |
| હારીજ | 1380 | 1456 |
| ધનસૂરા | 1200 | 1400 |
| વિસનગર | 150 | 1465 |
| વિજાપુર | 1230 | 1484 |
| કુકરવાડા | 1335 | 1454 |
| ગોજારીયા | 1350 | 1443 |
| હિંમતનગર | 1385 | 1452 |
| માણસા | 1300 | 1445 |
| થરા | 1340 | 1421 |
| ડોળાસા | 1334 | 1460 |
| બેચરાજી | 1340 | 1420 |
| ગઢડા | 1385 | 1501 |
| ઢસા | 1355 | 1441 |
| કપડવંજ | 1275 | 1300 |
| ધંધુકા | 1370 | 1453 |
| વીરમગામ | 1200 | 1434 |
| ચાણસમા | 1340 | 1424 |
| ઉનાવા | 1200 | 1450 |
| શિહોરી | 1260 | 1407 |
| સતલાસણા | 1311 | 1383 |
| આંબલિયાસણ | 1000 | 1426 |