જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે. ત્યારે કૃષિ વિભાગ આ ઉપદ્રવથી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે. રાત દિવસ કાળી મજૂરી કરી અન્ય લોકો માટે ધાન પકવતા જગતના તાત એવા ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. એક તરફ માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતને હવે કપાસમાં લાલ જીવાત અને ઇયળોનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુલાબી ઈયળોના આક્રમનના કારણે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની નજર સામે જ સડી રહ્યો છે.
કપાસના વાવેતરમાં અસંખ્ય ગુલાબી ઈયળ અને લાલ જીવાત જોવા મળી રહી છે. હજી તો થોડા સમય પહેલા જ આવેલા માવઠાના મારથી ખેડૂત ઉભર્યો નથી, ત્યાં હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી છે. કપાસના જીંડવા આ ઉપદ્રવના કારણે ખરાબ થઈ રહ્યા છે. મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતમાં દવાના છંટકાવ બાદ પણ કપાસના પાક પર ઉપદ્રવ ઘટવાનું નામ લેતો નથી, ત્યારે અનેક ખેડૂતોએ તો ફરી કપાસનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. ત્યારે આ માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા એક્સપર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે.
જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કપાસ મગફળી સહિતની જણસીના ભાવો સારા આવતા તેમજ માર્કેટીંગ યાર્ડ તંત્ર દ્વારા જણસી વેચવા આવતા ખેડૂતોને અગવડતા ન પડે તે માટે સુચારૂ વ્યવસ્થાને કારણે જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં વિવિધ તાલુકામાંથી જણસી વેચવા ખેડૂતો ઉમટી પડે છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડ કપાસ તથા મગફળીથી ઉભરાય ગયુંં હતું. કપાસ મગફળી વેચવા આવતા વાહનનોની લાંબી કતારો લાગી હતી.
તા. 09/12/2023, શનિવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1190 | 1522 |
| અમરેલી | 985 | 1475 |
| સાવરકુંડલા | 1250 | 1441 |
| જસદણ | 1280 | 1450 |
| બોટાદ | 1340 | 1525 |
| મહુવા | 1007 | 1422 |
| ગોંડલ | 1001 | 1501 |
| જામજોધપુર | 1250 | 1526 |
| ભાવનગર | 1250 | 1426 |
| જામનગર | 1200 | 1575 |
| બાબરા | 1319 | 1521 |
| જેતપુર | 1150 | 1511 |
| વાંકાનેર | 1200 | 1514 |
| મોરબી | 1251 | 1525 |
| રાજુલા | 1200 | 1470 |
| હળવદ | 1211 | 1496 |
| વિસાવદર | 1200 | 1476 |
| તળાજી | 1100 | 1451 |
| બગસરા | 1200 | 1500 |
| જુનાગઢ | 1200 | 1407 |
| ઉપલેટા | 1300 | 1470 |
| માણાવદર | 1230 | 1560 |
| ધોરાજી | 1266 | 1456 |
| વિછીયા | 1300 | 1440 |
| ધારી | 1000 | 1453 |
| લાલપુર | 1375 | 1481 |
| ખંભાળિયા | 1320 | 1450 |
| ધ્રોલ | 1300 | 1468 |
| પાલીતાણા | 1210 | 1430 |
| સાયલા | 1290 | 1460 |
| હારીજ | 1400 | 1485 |
| ધનસૂરા | 1200 | 1380 |
| વિસનગર | 1200 | 1470 |
| વિજાપુર | 1250 | 1470 |
| કુકરવાડા | 1251 | 1451 |
| ગોજારીયા | 1200 | 1445 |
| હિંમતનગર | 1361 | 1452 |
| માણસા | 1100 | 1450 |
| કડી | 1302 | 1456 |
| પાટણ | 1350 | 1446 |
| થરા | 1365 | 1431 |
| તલોદ | 1311 | 1426 |
| સિધ્ધપુર | 1100 | 1467 |
| ડોળાસા | 1260 | 1474 |
| ટિંટોઇ | 1270 | 1408 |
| દીયોદર | 1350 | 1395 |
| બેચરાજી | 1250 | 1400 |
| ગઢડા | 1253 | 1453 |
| ઢસા | 1260 | 1451 |
| કપડવંજ | 1250 | 1300 |
| ધંધુકા | 1300 | 1461 |
| વીરમગામ | 1050 | 1441 |
| ચાણસ્મા | 1100 | 1452 |
| ભીલડી | 1200 | 1390 |
| ખેડબ્રહ્મા | 1340 | 1460 |
| ઉનાવા | 1100 | 1461 |
| શિહોરી | 1381 | 1435 |
| લાખાણી | 1370 | 1414 |
| ઇકબાલગઢ | 1150 | 1428 |
| સતલાસણા | 1300 | 1391 |
| ડીસા | 1341 | 1342 |