લગ્નની સિઝનમાં, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
તમને જણાવી દઈએ કે સોમવારે સાંજના કારોબારમાં સોનાએ ઇતિહાસ રચ્યો અને ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો
1 લાખનો ભાવ બીજા શહેરોમાં પણ થઈ શકે
સોનાનો ભાવ 1 લાખ થવાની ભવિષ્યવાણી પહેલેથી કરાઈ હતી જે સાચી પડી છે. આગામી સમયમાં બીજા શહેરોમાં પણ 1 લાખનો ચેપ લાગી શકે છે. હાલના દેશના મોટા ભાગના શહેરોમાં સોનું લાખની નજીકમાં છે.
વાયદા બજારમાં સોનાનો શું ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પ સોનાનો વાયદો રૂ. 1621 અથવા 1.7 ટકા વધીને રૂ. 96875 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ વધીને ઔંસ દીઠ 3,397.18 ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. બાદમાં, તે થોડો સુધારો ઘટાડીને 3,393 ડોલર પર ટ્રેડ થયો.
શું સોનું 55,000 સુધી ઘટી શકે?
બીજી તરફ એક એવો અંદાજ પણ સામે આવ્યો છે, જેને કારણે સોનાના બજારમાં ખળભળાટ મચી ગયો છે. એક અનુમાન પ્રમાણે, સોનાના ભાવ 1 લાખ સુધી પહોંચવાને બદલે ગગડીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે સોનાના ભાવ પોતાના પીકથી લગભગ 40% નીચે આવી શકે. આ આગાહી અમેરિકાની જાણીતી સંસ્થા મોર્નિંગસ્ટારના વિશ્લેષક જૉન મિલ્સે કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે, આગામી વર્ષોમાં સોનાના ભાવમાં આશરે 38% સુધી ધટાવાની સંભાવના છે. હાલમાં 24 કેરેટ સોનું ભારતીય બજારમાં 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને વૈશ્વિક બજારમાં 3,100 ડોલર પ્રતિ ઔંસ ઉપર વેચાઈ રહ્યું છે. જો 40% ઘટાડો થાય તો ભારતમાં તેનો ભાવ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે