Top Stories
બેંક ફ્રોડથી બચવું છે ? તો સાવધાન થઇ જાઓ આવા મેસેજથી...

બેંક ફ્રોડથી બચવું છે ? તો સાવધાન થઇ જાઓ આવા મેસેજથી...

આપણે બધા જાણીએ છીએ કે અવારનવાર આપણા મોબાઈલ પર અનેક પ્રકારના મેસેજ આવતા હોય છે અને એમાં જુદી જુદી પ્રકારની લોનની ઓફર હોય છે. આપણે જો બેંક ફ્રોડથી બચવું હોય તો આવા કેટલાક ખાસ મેસેજથી બચવું જરૂરી બની જાય છે.

આવા મેસેજમાં પ્રિ અપ્ર્રુવ્ડ લોનમાં પણ ઘણા લોકો છેતરાઈ જતા હોય છે. આવા મેસેજનો રીપ્લાય કરવામાં જ લોકો સાથે ફ્રોડ થઈ જતો હોય છે. ઘણી વખત બેંક એકાઉન્ટ ખોલવાની ઓફર પણ હોય છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

કોઈક વખત ઈન્સ્ટન્ટ કેશ લોનની લાલચ આપવામાં આવે તો કોઈક વખત ઓટીપી શેર કરવાની બાબત પણ મેસેજમાં હોય એવું બને. આવા મેસેજને તો અવગણવામાં અથવા તો ડીલીટ કરવામાં જ બચવાનો ઉપાય છે.

આવો મેસેજ જયારે આપણને મળે ત્યારે સામાન્ય રીતે બેંક તરફથી કોઈ ખાસ મેસેજ મળ્યો હશે એમ માનીને આપણે વિશ્વાસ કરી લેતા હોઈએ છીએ પરંતુ હકીકતમાં તો તે ફ્રોડ પણ હોઈ શકે. આથી આવી બાબતોમાં સાવધાન રહેવું જરૂરી છે.