Top Stories
દર મહિને રોકાણ કરો અને 5 વર્ષ પછી મેળવો 20 લાખ રૂપિયા, જાણો પુરું ગણિત

દર મહિને રોકાણ કરો અને 5 વર્ષ પછી મેળવો 20 લાખ રૂપિયા, જાણો પુરું ગણિત

અનેક બચત યોજનાઓ ચાલી રહી છે. તેમાં પોસ્ટ ઓફિસ દ્વારા પણ કેટલીક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં આજે એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને સારું વળતર મેળવી શકો છો.

જ્યારે પણ પૈસા રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે લોકો સરકારી યોજનાઓ પર સૌથી વધારે વિશ્વાસ કરે છે. ત્યારે હવે પોસ્ટ સ્કીમમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.

પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવાનું કારણ સુરક્ષા
પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવાનું કારણ સુરક્ષા અને ગેરંટીકૃત વળતર છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ ઇચ્છતા હોવ અને ઓછા સમયમાં વધુ વળતર મેળવવા માંગતા હોવ તો અમે તમારા માટે એક શાનદાર યોજના લાવ્યા છીએ.

5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ યોજનામાં કરો રોકાણ
પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટૂંકા સમયમાં સારું વળતર મેળવવા માટે આ યોજના તમારા માટે વધુ સારી હોઈ શકે છે.


હવે તમારા મનમાં એવું આવી રહ્યું હશે કે 5 વર્ષમાં પૈસાનું ગણિત શું હશે, તો તે પણ સમજી લો. ગણિત મુજબ તમારે પોસ્ટ ઓફિસ આરડીમાં દર મહિને 28,100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રીતે પાંચ વર્ષમાં તમારું કુલ રોકાણ 16 લાખ 86 હજાર રૂપિયા થશે.

6.7 ટકાના દરે વ્યાજ મળશે
હવે તમને તમારા રોકાણ કરેલ રકમ પર 6.7 ટકાના દરે વ્યાજ મળશે. પાંચ વર્ષમાં તમારું વ્યાજ આશરે 3 લાખ 19 હજાર 382 રૂપિયા થશે. આ મુજબ પાંચ વર્ષની પાકતી મુદત પછી તમને 20,05,382 રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.