Top Stories
આજીવન થશે પૈસાનો વરસાદ, FD-RD બધુ ભૂલી જશો! આ છે LIC નો 'જીવન લક્ષ્‍‍ય' પ્લાન

આજીવન થશે પૈસાનો વરસાદ, FD-RD બધુ ભૂલી જશો! આ છે LIC નો 'જીવન લક્ષ્‍‍ય' પ્લાન

જ્યારે પરિવારની સલામતી અને ભવિષ્ય માટે નાણાકીય તૈયારીની વાત આવે છે, ત્યારે એવી યોજના પસંદ કરવી મહત્વપૂર્ણ છે જે લાંબા ગાળે વિશ્વસનીય અને ફાયદાકારક સાબિત થઈ શકે. LIC જીવન લક્ષ્‍ય યોજના એક એવી શ્રેષ્ઠ વીમા યોજના છે, જે જીવન વીમા તેમજ બચતનો લાભ આપી શકે છે. આ યોજના ખાસ કરીને બાળકોના શિક્ષણ, લગ્ન અથવા ભવિષ્યની મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

પ્રીમિયમની ભેટ

આમ તો LIC જીવન લક્ષ્‍ય પોલિસીમાં દર વર્ષે એક નક્કી પ્રીમિયમ ભરવાનું હોય છે અને પોલિસીનો સમય પૂરો થયા બાદ મેચ્યોરિટી બેનિફિટના રૂપમાં તમને એક સાથે રકમ મળે છે. આ ફંડમાં વાર્ષિક બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ પણ સામેલ હોય છે, એટલે કુલ રકમ મોટી બને છે.

જો પોલિસીધારકનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને નક્કી રકમની સાથે બોનસ પણ મળે છે અને જો પોલિસી સંપૂર્ણ સમયગાળા સુધી ચાલે છે તો મેચ્યોરિટી પર ખુદને એક સાથે ફંડ મળી સકે છે. LIC ના સત્તાવાર બ્રોશર અનુસાર આ એક 'વિથ-પ્રોફિટ એન્ડોવમેન્ટ પ્લાન' છે જેમાં Death Benefit + Maturity Benefit બંને સામેલ છે.

ઉદાહરણ તરીકે, જો તમે આજથી lic જીવન લક્ષ્‍ય પોલિસી શરૂ કરો છો અને દર વર્ષે ₹2 લાખનું પ્રીમિયમ ચૂકવો છો, તો 25 વર્ષમાં કુલ રોકાણ લગભગ ₹50 લાખ થઈ શકે છે. જોકે, એ નોંધવું યોગ્ય છે કે તમારે આખા 25 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ પોલિસીમાં, પ્રીમિયમ ચૂકવવાનો સમય સામાન્ય રીતે 22 વર્ષનો હશે, જ્યારે પોલિસી 25 વર્ષ સુધી સક્રિય રહે છે.

બે મોટા બોનસ ઘટકો

તમને જણાવી દઈએ કે lic જીવન લક્ષ્‍ય પોલિસીમાં બે મોટા બોનસ ઘટકોનો સમાવેશ થાય છે - વાર્ષિક બોનસ અને અંતિમ વધારાનું બોનસ. આ બંનેને જોડીને પરિપક્વતા પર આખું ભંડોળ બનાવવામાં આવે છે. દર વર્ષે lic ₹1000 ની વીમા રકમ પર લગભગ ₹50 થી ₹60 નું બોનસ જાહેર કરે છે.

પ્રીમિયમ ચુકવણી મુદત અને પોલિસી મુદત: પોલિસી 13 થી 25 વર્ષની મુદત માટે હોઈ શકે છે, પરંતુ પ્રીમિયમ ચુકવણીનો સમય સામાન્ય રીતે પોલિસી મુદત - 3 વર્ષ હોય છે (દા.ત.: જો કુલ પોલિસી મુદત 25 વર્ષ હોય, તો પ્રીમિયમ 22 વર્ષ માટે ચૂકવવા પડશે)

શું કહે છે તેની ગણતરી

હવે વાત કરીએ ગણતરીની તો દરેક ઈન્વેસ્ટર તે જાણવા ઈચ્છે છે કે તેને મેચ્યોરિટી પર કેટલા રૂપિયા મળશે? માની લો તમે એલઆઈસી જીવન લક્ષ્‍ય પોલિસી લીધી છે જેમાં 2 લાખનું વાર્ષિક પ્રીમિય છે અને Sum Assured ₹20 લાખ છે.

પ્રીમિય ચુકવણી સમયગાળોઃ 20 વર્ષ

પોલિસી સમયગાળોઃ 25 વર્ષ

કુલ રોકાણઃ ₹2 લાખ × 22 વર્ષ = ₹40 લાખ

હવે ચાલો બોનસની ગણતરી કરીએ

વાર્ષિક બોનસ = ₹50 × (₹20 લાખ ÷ 1000) × 25 = ₹25 લાખ આશરે

અંતિમ બોનસ = ₹500 × (₹20 લાખ ÷ 1000) = ₹10 લાખ આશરે

પરિપક્વતા રકમ = ₹20 લાખ (વીમા રકમ) + ₹25 લાખ (બોનસ) + ₹10 લાખ (અંતિમ બોનસ) = ₹55 લાખ આશરે

એટલે કે, ₹40 લાખના રોકાણ પર, તમે ₹55 લાખ સુધીનું વળતર મેળવી શકો છો.