ભારતમાં આગામી સિઝનમાં કપાસના બિયારણની તીવ્ર અછત જોવા મળી શકે છે કારણ કે ઉદ્યોગના અનુમાન મુજબ આ વર્ષે ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નુકસાનને સરભર કરવા માટે વધારે સરપ્લસ નથી. નિવારક નીતિ પગલાં આવતા વર્ષે ઘટતા વાવેતરને ટાળવામાં મદદ કરી શક છે, ે નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ખરીફ 2023 દરમિયાન,લગભગ ૪.૮ કરોડ પેકટોની ઉપલબ્ધતા સામે વાસ્તવિક વેચાણ ૪.૪ કરોડ પેકેટ્સ (દરેક 450 ગ્રામના) હતા, એમ ફેડરેશન ઓફ સીડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના સલાહકાર રામ કૌંદિન્યાએ જણાવ્યું હતું. ઉદ્યોગે ખરીફ 2022માં ૪.૨ કરોડ પેકેટથી વધીને ૪.૮ કરોડ પેકેટની માંગની અપેક્ષા રાખી હતી.
“ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સૂકા સમયગાળાને કારણે બીજ ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ઘણી જગ્યાએ અંકુરણ પણ સમસ્યા હતી. બિયારણની ગુણવત્તા માટે, કપાસનો પાક દરેક રીતે સારો હોવો જોઈએ,” કૌંદિન્યાએ કહ્યું.
અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ અન્ય જણસનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,451 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,250 રૂપિયાથી લઇને 1,441 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 4,600 મણ કપાસની આવક થઇ હતી.
કપાસના બજાર ભાવ (11/12/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1200 | 1500 |
| સાવરકુંડલા | 1250 | 1460 |
| જસદણ | 1200 | 1440 |
| બોટાદ | 1221 | 1510 |
| મહુવા | 1100 | 1436 |
| ગોંડલ | 1001 | 1486 |
| જામજોધપુર | 1250 | 1420 |
| ભાવનગર | 1260 | 1424 |
| જામનગર | 1205 | 1505 |
| બાબરા | 1355 | 1525 |
| જેતપુર | 1211 | 1501 |
| વાંકાનેર | 1200 | 1482 |
| મોરબી | 1250 | 1516 |
| રાજુલા | 1200 | 1460 |
| હળવદ | 1200 | 1504 |
| વિસાવદર | 1200 | 1436 |
| તળાજા | 1150 | 1444 |
| બગસરા | 1200 | 1479 |
| જુનાગઢ | 1250 | 1410 |
| ઉપલેટા | 1300 | 1500 |
| માણાવદર | 1350 | 1500 |
| ધોરાજી | 1256 | 1461 |
| વિછીયા | 1275 | 1445 |
| ભેસાણ | 1200 | 1480 |
| ધારી | 1100 | 1466 |
| લાલપુર | 1205 | 1458 |
| ખંભાળિયા | 1300 | 1455 |
| ધ્રોલ | 1310 | 1500 |
| પાલીતાણા | 1140 | 1440 |
| સાયલા | 1300 | 1458 |
| હારીજ | 1410 | 1476 |
| ધનસૂરા | 1200 | 1383 |
| વિસનગર | 1200 | 1481 |
| વિજાપુર | 1250 | 1476 |
| કુંકરવાડા | 1270 | 1438 |
| ગોજારીયા | 1250 | 1435 |
| હિંમતનગર | 1350 | 1457 |
| માણસા | 1100 | 1446 |
| કડી | 1280 | 1458 |
| પાટણ | 1340 | 1449 |
| થરા | 1400 | 1450 |
| તલોદ | 1351 | 1440 |
| સિધ્ધપુર | 1331 | 1466 |
| ડોળાસા | 1250 | 1490 |
| દીયોદર | 1380 | 1405 |
| બેચરાજી | 1250 | 1406 |
| ગઢડા | 1300 | 1454 |
| ઢસા | 1250 | 1421 |