Top Stories
આ લોકોને મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જ જરૂર નથી, બેંક એક રૂપિયો દંડ ન ફટકારે, જાણો કેમ?

આ લોકોને મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જ જરૂર નથી, બેંક એક રૂપિયો દંડ ન ફટકારે, જાણો કેમ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે જન ધન અને મૂળભૂત બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. બેંકો માત્ર એવા કિસ્સાઓમાં જ દંડ વસૂલે છે જ્યાં ગ્રાહકો તેમના અન્ય ખાતાઓમાં જરૂરી મિનિમમ રકમ જાળવવામાં નિષ્ફળ જાય છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણાં પ્રધાન પાંચ વર્ષમાં ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા આશરે રૂ. 8,500 કરોડનો દંડ વસૂલવા સંબંધિત પૂરક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

આ લોકોને મિનિમમ બેંક બેલેન્સ રાખવાની જરૂર નથી

સીતારમણે કહ્યું, "...બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જોગવાઈ પ્રધાનમંત્રી જન ધન ખાતાઓ અને ગરીબ લોકોના મૂળભૂત ખાતાઓને લાગુ પડતી નથી. તે ફક્ત તે જ લોકો માટે છે જેમની લઘુત્તમ બેલેન્સ ચોક્કસ સ્તર પર હોવાની અપેક્ષા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

બેંકોએ પાંચ વર્ષમાં 8500 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ 2019-20 થી પાંચ વર્ષમાં આ હેડ હેઠળ લગભગ 8,500 કરોડ રૂપિયાની વસૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં પણ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાંકીય વર્ષ 2023-24માં ખાતાઓમાં સરેરાશ માસિક લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડ તરીકે થાપણદારો પાસેથી 2,331 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.