વાવણી માટે યોગ્ય વરસાદ ક્યારે? જાણો અંબાલાલ પટેલની ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી

વાવણી માટે યોગ્ય વરસાદ ક્યારે? જાણો અંબાલાલ પટેલની ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી

દર વર્ષની માફક આ વર્ષે ઉનાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન જોવા મળ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાને કારણે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલ રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયુ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે હજુ પણ આવતા દિવસોમાં વરસાદને લઈને મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ચોમાસાના ભણકારાઓ વાગી રહ્યા છે.

ચોમાસુ શરૂ થાય તેની પહેલા કેટલાક સંકેતો મળતા હોય છે. આ સંકેતો વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થાય તે પહેલા તેની કેટલીક પ્રક્રિયાઓ શરૂ થતી હોય છે. જેમાં સવારના સમયે આકાશમાં આછા પાતળા વાદળાઓ બંધાય. ત્યારબાદ બપોરના સમયે વાતાવરણ ચોખ્ખું થઈ જાય અને રાત્રિના સમયે આકાશ કેસરી બની જાય. આ તમામ પ્રક્રિયાઓ ચોમાસાના પૂર્વે એક મહિના સુધી થતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ચોમાસાની આ પૂર્વ પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. તેમણે આગાહી કરતા ચોમાસાની શરૂઆતની ચોક્કસ તારીખ પણ જણાવી છે. તેમણે જણાવ્યું છે કે 15 જૂનની આજુબાજુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે. ભારતમાં સૌથી પહેલા કેરલ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થવા જઈ રહી છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું 15 થી 30 જુનની વચ્ચે શરૂ થશે. મે મહિનાના છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં કાળજાળ ગરમી પડવાનું પણ અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લગાવ્યું છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ મોચા નામના વાવાઝોડાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ભારે નુકશાન થઈ શકે છે. ગુજરાત પર તેની કોઈ અસર દેખાશે નહીં.