રૂની બજારો ઘટવા લાગી છે અને જિનોને કપાસની ખરીદીમાં મોટી ડિસ્પેરિટી ચાલતી હોવાથી કપાસનાં ભાવમાં સોમવારે સરેરાશ મણે રૂ.૫૦થી પણ વધુનો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસનાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ કપાસની બજારમાં હાલ ઊંચા ભાવથી કોઈને લેવું નથી અને ખેડૂતોને ભાવ વધુ ઘટવાનાં ડરે આગામી દિવસોમાં વેચવાલી વધે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: SBIએ શરૂ કરી જબરદસ્ત સેવા, હવે WhatsApp દ્વારા મળશે પેન્શન સ્લિપ, જાણો કઇ રીતે
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨.૪૬ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા મોરબીમાં રૂ.૧૮૬૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૨૫ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
| તા. 21/11/2022 સોમવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1700 | 1818 |
| અમરેલી | 1000 | 1815 |
| સાવરકુંડલા | 1680 | 1780 |
| જસદણ | 1700 | 1780 |
| બોટાદ | 1600 | 1861 |
| મહુવા | 1501 | 1762 |
| ગોંડલ | 1651 | 1781 |
| કાલાવડ | 1700 | 1808 |
| જામજોધપુર | 1650 | 1900 |
| ભાવનગર | 1600 | 1756 |
| જામનગર | 1500 | 1850 |
| બાબરા | 1720 | 1830 |
| જેતપુર | 1666 | 1791 |
| વાંકાનેર | 1600 | 1800 |
| મોરબી | 1700 | 1820 |
| રાજુલા | 1650 | 1760 |
| હળવદ | 1600 | 1800 |
| વિસાવદર | 1630 | 1786 |
| તળાજા | 1400 | 1743 |
| બગસરા | 1730 | 1786 |
| જુનાગઢ | 1650 | 1734 |
| ઉપલેટા | 1650 | 1745 |
| માણાવદર | 1350 | 1820 |
| ધોરાજી | 1716 | 1771 |
| વિછીયા | 1650 | 1790 |
| ભેંસાણ | 1600 | 1803 |
| ધારી | 1570 | 1805 |
| લાલપુર | 1695 | 1785 |
| ખંભાળિયા | 1675 | 1768 |
| ધ્રોલ | 1478 | 1805 |
| દશાડાપાટડી | 1711 | 1760 |
| પાલીતાણા | 1600 | 1740 |
| હારીજ | 1690 | 1780 |
| ધનસૂરા | 1600 | 1670 |
| વિસનગર | 1550 | 1758 |
| વિજાપુર | 1600 | 1835 |
| કુકરવાડા | 1710 | 1770 |
| ગોજારીયા | 1690 | 1745 |
| હિંમતનગર | 1500 | 1800 |
| માણસા | 1600 | 1753 |
| કડી | 1600 | 1800 |
| મોડાસા | 1700 | 1734 |
| પાટણ | 1712 | 1771 |
| થરા | 1700 | 1740 |
| તલોદ | 1631 | 1751 |
| સિધ્ધપુર | 1570 | 1777 |
| ડોળાસા | 1600 | 1774 |
| ટિંટોઇ | 1501 | 1700 |
| દીયોદર | 1350 | 1720 |
| બેચરાજી | 1650 | 1740 |
| ગઢડા | 1665 | 1785 |
| ઢસા | 1690 | 1765 |
| કપડવંજ | 1525 | 1575 |
| વીરમગામ | 1650 | 1774 |
| જાદર | 1655 | 1800 |
| જોટાણા | 1660 | 1725 |
| ચાણસ્મા | 1709 | 1780 |
| ભીલડી | 1600 | 1728 |
| ખેડબ્રહ્મા | 1725 | 1762 |
| ઉનાવા | 1451 | 1780 |
| શિહોરી | 1685 | 1805 |
| લાખાણી | 1450 | 1738 |
| સતલાસણા | 1700 | 1770 |
| આંબલિયાસણ | 1712 | 1806 |