Top Stories
એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો

એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો છે. જેમાં એસબીઆઈએ નવા ગ્રાહકો માટે હોમ લોનના વ્યાજ દરમાં 0.25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે હાલમાં ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને અસર કરશે.

એસબીઆઈ ઉપરાંત યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તેમજ એવું માનવામાં આવે છે કે આ બે બેંકો બાદ અન્ય સરકારી બેંકો પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરશે. આરબીઆઈએ આ વર્ષ રેપો રેટમાં 1 ટકાનો ઘટાડો કર્યા બાદ બેંકો પર દબાણ વધ્યું છે.

એસબીઆઈએ હોમ લોન વ્યાજ દર વધાર્યો

આ અંગેના મીડિયા અહેવાલ અનુસાર જુલાઈના અંતિમ સપ્તાહમાં એસબીઆઈએ હોમ લોન વ્યાજ દર 7.5 થી 8.45 ટકા

વચ્ચે હતો. પરંતુ આ નવા વધારા બાદ હવે ગ્રાહકોએ હોમ લોનના નવા દર 7.5 ટકા થી 8.70 વચ્ચે હશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ પોતાના વ્યાજ દર જુલાઈના અંતમાં 7. 35 થી વધારીને 7.45 ટકા કર્યા હતા. જયારે ખાનગી બેંકો એચડીએફસી બેંક, આઈસીઆઈઆઈ બેંક અને એક્સિસ જેવી બેંકો 7.90 ટકા , 8.00 ટકા અને 8.35 ટકાના પ્રારંભિક દરો પર લોન આપે છે.

સિબિલ અને ઈબીએલઆરના આધારે વ્યાજ દરમાં બદલાવ

આ અંગે મળતી માહિતી મુજબ એસબીઆઈએ સિબિલ(CIBIL)અને ઈબીએલઆરના(EBLR)આધારે વ્યાજ દરમાં બદલાવ કર્યો છે. આ બેંકમાં ઓછુ રિર્ટન આપતી પ્રોડક્ટ છે. તેથી ઓછા સ્કોરવાળા ગ્રાહકો કર લોન માર્જીન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બદલાવ માત્ર નવા ગ્રાહકો પર લાગુ પડશે. તેમજ 8 લાખ રૂપિયા સુધીની બાકી લોન પર કોઈ વાંધો નથી. એસબીઆઈ રિટેલ લોન પોર્ટફોલિયોમાં હોમ લોન તેનો સૌથી મોટો હિસ્સો છે.