ભારતીય બુલિયન બજારમાં આજે, 20 મે 2025 સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. સોનું હવે પ્રતિ 10 ગ્રામ 95,500ની આસપાસ છે જ્યારે ચાંદીનો ભાવ 98 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,670 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે ગઈકાલે સોનાનો ભાવ 95,270 રુપિયા પર હતો. તેમજ આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,710રુપિયા પર છે
આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 95,520 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,560 પર છે.
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 95,570 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 86,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ચાંદીની વાત કરીએ તો, તો ગઈકાલે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આજે 20 મેના રોજ ચાંદીનો ભાવ 98,100 રુપિયા પ્રતિ કિલોના ભાવે છે
તમને જણાવી દઈએ કે તમે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો ચાલી રહ્યો છે તે એક મિસ્ડ કોલ દ્વારા પણ જાણી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળશે. તે જ સમયે, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દર અપડેટ્સ જાણી શકો છો.