કપાસની સિઝન પ્રારંભથી બજારમાં સતત ઘસારો લાગું પડીને હાલ બજારો ટેકાનાં ભાવની નજીક પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારનાં આદેશથી સીસીઆઇ પણ ખેડૂતોનો ટેકાનાં ભાવે કપાસ ખરીદવા હરકતમાં આવી ગઇ છે. યાદ રહે આ વર્ષ માટે કપાસમાં પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ ટેકાનો ભાવ છે. છેલ્લા બે દિવસથી ટ્રક હડતાલને લીધે પીઠાઓમાં કપાસની આવકો ખોરવાઇ ગઇ હતી.
કપાસ સાંચવી રાખવા જેવું ખેડૂતોમાં ગત વર્ષ જોશ અને જૂનુન હતું, એવું આ વખતે જોવા મળતું નથી. ગત વર્ષે રૂ.૨૦૦૦ની નોટ મેળવવાની જીદમાં ખેડૂતોએ કપાસ સાંચવી સાંચવીને લાખો નહીં, કરોડો રૂપિયાની ખોટ ખાધી હતી. તેથી આ વખતે ખેડૂતોએ હાથમાંથી કપાસ છોડીને મગફળીને પકડી રાખી છે
આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાનાં કારણે કેન્દ્ર સરકારે સીસીઆઇને હુકમ કરી દીધો છે કે જો કપાસનાં ભાવ ટેકાથી નીચે સરકી જાય તો ખેડૂતનો કપાસ ખરીદ કરવામાં પુરેપુરી તૈયારી કરી લેવી. એ મુજબ અત્યાર સુધી દેશમાંથી સીસીઆઇએ ૧૪ લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ ખરીદ કર્યોં છે. રિપોર્ટ મુજબ માત્ર મધ્ય ગુજરાતમાં કપાસ ખરીદીનાં ૮ થી ૧૦ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જેનાં દ્રારા ૩૬૦૦ ગાંસડી રૂ થાય એટલો કપાસ ખરીદાયો છે.
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1215 | 1470 |
| અમરેલી | 990 | 1441 |
| સાવરકુંડલા | 1200 | 1470 |
| જસદણ | 1100 | 1425 |
| બોટાદ | 1207 | 1503 |
| મહુવા | 1001 | 1360 |
| ગોંડલ | 1000 | 1451 |
| કાલાવડ | 1300 | 1440 |
| જામજોધપુર | 1200 | 1486 |
| ભાવનગર | 1200 | 1418 |
| જામનગર | 1000 | 1520 |
| બાબરા | 1185 | 1485 |
| જેતપુર | 1111 | 1445 |
| વાંકાનેર | 1100 | 1470 |
| મોરબી | 1200 | 1470 |
| રાજુલા | 1000 | 1440 |
| હળવદ | 1200 | 1454 |
| વિસાવદર | 1135 | 1461 |
| તળાજા | 1100 | 1424 |
| બગસરા | 1050 | 1469 |
| જુનાગઢ | 1150 | 1366 |
| ઉપલેટા | 1100 | 1455 |
| માણાવદર | 1235 | 1560 |
| ધોરાજી | 1096 | 1426 |
| વિછીયા | 1280 | 1460 |
| ભેંસાણ | 1200 | 1480 |
| ધારી | 1005 | 1444 |
| લાલપુર | 1355 | 1450 |
| ખંભાવળયા | 1250 | 1450 |
| ઘ્રોલ | 1186 | 1475 |
| પાલીતાણા | 1105 | 1430 |
| સાયલા | 1324 | 1436 |
| હારીજ | 1310 | 1460 |
| ધનસૂરા | 1200 | 1400 |
| વિસનગર | 1200 | 1466 |
| વિજાપુર | 1150 | 1463 |
| કુકરવાડા | 1260 | 1438 |
| ગોજારીયા | 1350 | 1441 |
| હિંમતનગર | 1369 | 1462 |
| માણસા | 1100 | 1440 |
| કડી | 1221 | 1441 |
| મોડાસા | 1300 | 1360 |
| પાટણ | 1200 | 1465 |
| થરા | 1400 | 1435 |
| તલોદ | 1357 | 1440 |
| સિઘ્ઘપુર | 1165 | 1471 |
| ડોળાસા | 1100 | 1450 |
| વડાલી | 1390 | 1496 |
| ટીંટોઇ | 1250 | 1400 |
| દીયોદર | 1350 | 1410 |
| બેચરાજી | 1200 | 1382 |
| ગઢડા | 1250 | 1436 |
| ઢસા | 1225 | 1420 |
| કપડવંજ | 700 | 1000 |
| અંજાર | 1350 | 1464 |
| ધંધુકા | 1200 | 1465 |
| વીરમગામ | 930 | 1410 |
| જાદર | 1400 | 1460 |
| ચાણસમા | 1150 | 1420 |