સમગ્ર ગુજરાત ભરમાં રાજ્ય સરકાર દ્વારા સીસીઆઇના નેજા હેઠળ બી ગ્રેડના કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરાના ડભોઇ ખાતે આવેલ શ્રીજી ફાઇબર જીન ખાતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. તેવામાં આજે વહેલી સવારે કેટલાક ખેડૂતોનો કપાસ સીસીઆઇના અધિકારીઓ દ્વારા કવોલિટીના પર્પસથી રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતો દ્વારા સીસીઆઇના અધિકારીઓને આજીજી કરવામાં આવી હતી.
તદઉપરાંત સીસીઆઇના અધિકારી દ્વારા સુરેશભાઈ નામના વેપારીને કપાસ આપી દો તેવું કહેતા જ ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સાથે સાથે ખેડૂતો દ્વારા શ્રીજી ફાઇબર જીન ખાતે હલ્લાબોલ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં ખેડૂતો દ્વારા વહાલા દવલાની નીતિથી કપાસ રીજીકેટ કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજી બાજુ સીસીઆઈના અધિકારીઓ સાથે ટેલીફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારી ધારા ધોરણ મુજબ કાળો કપાસ હોવાથી રિજેક્ટ કરવામાં આવ્યો છે. તેવા કારણો જણાવ્યા હતા. ત્યારે હવે આવનારા સમયમાં રાજ્ય સરકાર સમગ્ર મામલે કયા પ્રકારના નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
કપાસના બજાર ભાવ (09/02/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1090 | 1491 |
| અમરેલી | 1050 | 1450 |
| સાવરકુંડલા | 1200 | 1500 |
| જસદણ | 1100 | 1420 |
| બોટાદ | 1201 | 1475 |
| મહુવા | 1040 | 1365 |
| ગોંડલ | 1001 | 1431 |
| કાલાવડ | 1200 | 1465 |
| જામજોધપુર | 1041 | 1466 |
| ભાવનગર | 1051 | 1414 |
| જામનગર | 900 | 1515 |
| બાબરા | 1150 | 1480 |
| જેતપુર | 974 | 1458 |
| વાંકાનેર | 1100 | 1479 |
| મોરબી | 1125 | 1483 |
| રાજુલા | 900 | 1435 |
| હળવદ | 1210 | 1465 |
| વિસાવદર | 1125 | 1431 |
| તળાજા | 1000 | 1431 |
| બગસરા | 1050 | 1476 |
| જુનાગઢ | 1000 | 1212 |
| ઉપલેટા | 1150 | 1435 |
| માણાવદર | 1115 | 1540 |
| ધોરાજી | 1066 | 1421 |
| વિછીયા | 1200 | 1418 |
| ભેસાણ | 1000 | 1450 |
| ધારી | 1006 | 1427 |
| લાલપુર | 1250 | 1471 |
| ખંભાિળયા | 1250 | 1420 |
| ધ્રોલ | 1150 | 1495 |
| દશાડાપાટડી | 1080 | 1125 |
| પાલીતાણા | 970 | 1410 |
| સાયલા | 1324 | 1490 |
| હારીજ | 1280 | 1416 |
| ધનસૂરા | 1100 | 1375 |
| વિસનગર | 1100 | 1463 |
| વિજાપુર | 1200 | 1470 |
| કુંકરવાડા | 1150 | 1444 |
| હિંમતનગર | 1254 | 1471 |
| માણસા | 1000 | 1447 |
| કડી | 1161 | 1422 |
| મોડાસા | 1300 | 1351 |
| પાટણ | 1150 | 1460 |
| થરા | 1380 | 1395 |
| તલોદ | 1190 | 1435 |
| સિધ્ધપુર | 1191 | 1466 |
| ડોળાસા | 1150 | 1418 |
| વડાલી | 1350 | 1479 |
| ટીંટોઇ | 1000 | 1414 |
| દીયોદર | 800 | 1325 |
| બેચરાજી | 1050 | 1325 |
| ગઢડા | 1200 | 1438 |
| ઢસા | 1210 | 1400 |
| અંજાર | 1275 | 1488 |
| ધંધુકા | 1075 | 1432 |
| વીરમગામ | 1022 | 1411 |
| ચાણસ્મા | 1065 | 1381 |
| ખેડબ્રહ્મા | 1250 | 1440 |
| ઉનાવા | 1000 | 1477 |
| ઇકબાલગઢ | 1000 | 1360 |
| સતલાસણા | 1150 | 1378 |