રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં શિયાળુ પાકની આવક દિવાળી બાદ થતી હોય છે અને વિવિધ પ્રકારના ધાન્ય યાર્ડમાં ઠલવાતા હોય છે. એવામાં આજે યાર્ડમાં નવા ઘંઉની આવક થઇ હતી અને આવક થતા મુહુર્તના સોદા પણ સારા થતા ખેડૂતોમાં હજી ઉંચા ભાવ જશે તેવી આશા બંધાણી છે. આજે 30 મણ જેટલા નવા ઘઉંની આવક થઇ હતી.
રાજકોટ બેડી યાર્ડમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના કુવાડવા નજીક આવેલ રણગઢ ગામના ખેડુત મુકેશભાઇ પટેલ આજે 30 મણ નવા ઘઉં લઇને યાર્ડમાં આવ્યા હતા.
જેની હરરાજી થતા યાર્ડમાં આવેલી પેઢી તળાવીયા ટ્રેડીંગ કંપની દ્વારા હરરાજીમાં મુકતા જય અંબે એન્ટરપ્રાઇઝના વેપારી દ્વારા એક મણના રૂા.1651 બોલી લગાવી ઘઉં ખરીદી લીધા હતા.
આ અંગે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું કે, યાર્ડમાં આજે દિવાળી બાદ નવા ઘઉંની આવક થઇ હતી જેમાં એક મણના રૂા.1651માં મુહુર્તના સોદા થતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા હતા અને આગામી દિવસોમાં ભાવ ઉંચા જશે તેવી આશા રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યાર્ડમાં રાયડો, કપાસ, જીરૂ સહીતનાં ઉત્પાદનની આવક થઇ હતી અને હવે ઘઉંની આવક પણ શરૂ થઇ ગઇ છે.
તા. 17/01/2024, બુધવારના લોકવન ઘઉંના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 530 | 584 |
| ગોંડલ | 450 | 614 |
| અમરેલી | 455 | 595 |
| જામનગર | 480 | 619 |
| સાવરકુંડલા | 480 | 601 |
| જેતપુર | 486 | 591 |
| જસદણ | 455 | 580 |
| બોટાદ | 575 | 630 |
| પોરબંદર | 450 | 482 |
| વિસાવદર | 41 | 605 |
| મહુવા | 521 | 706 |
| વાંકાનેર | 485 | 585 |
| જુનાગઢ | 500 | 583 |
| જામજોધપુર | 480 | 554 |
| ભાવનગર | 494 | 509 |
| મોરબી | 522 | 642 |
| રાજુલા | 460 | 622 |
| જામખંભાળિયા | 450 | 510 |
| પાલીતાણા | 471 | 570 |
| હળવદ | 500 | 605 |
| ઉપલેટા | 510 | 550 |
| ધોરાજી | 476 | 578 |
| બાબરા | 456 | 584 |
| ધારી | 440 | 570 |
| ભેંસાણ | 480 | 550 |
| લાલપુર | 490 | 527 |
| ધ્રોલ | 448 | 592 |
| ઇડર | 500 | 622 |
| પાટણ | 520 | 610 |
| હારીજ | 411 | 583 |
| ડિસા | 528 | 552 |
| વિસનગર | 521 | 632 |
| રાધનપુર | 400 | 611 |
| માણસા | 511 | 603 |
| થરા | 476 | 621 |
| મોડાસા | 500 | 594 |
| કડી | 500 | 656 |
| પાલનપુર | 517 | 603 |
| મહેસાણા | 500 | 601 |
| ખંભાત | 480 | 545 |
| હિંમતનગર | 470 | 561 |
| વિજાપુર | 530 | 618 |
| કુકરવાડા | 533 | 586 |
| ધાનેરા | 470 | 471 |
| ટિંટોઇ | 490 | 620 |
| સિધ્ધપુર | 517 | 647 |
| તલોદ | 520 | 611 |
| ગોજારીયા | 550 | 661 |
| ભીલડી | 498 | 499 |
| દીયોદર | 470 | 502 |
| વડાલી | 530 | 574 |
| કલોલ | 510 | 570 |
| ભાભર | 445 | 470 |
| બેચરાજી | 500 | 508 |
| વડગામ | 545 | 546 |
| ખેડબ્રહ્મા | 550 | 583 |
| સાણંદ | 528 | 611 |
| તારાપુર | 480 | 535 |
| કપડવંજ | 480 | 500 |
| બાવળા | 500 | 520 |
| વીરમગામ | 570 | 579 |
| આંબલિયાસણ | 525 | 526 |
| સતલાસણા | 535 | 597 |
| ઇકબાલગઢ | 510 | 540 |
| પ્રાંતિજ | 480 | 560 |
| સલાલ | 450 | 510 |
| જાદર | 490 | 590 |
| સમી | 425 | 475 |
| દાહોદ | 560 | 580 |
તા. 17/01/2024, બુધવારના ટુકડા ઘઉંના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 560 | 649 |
| અમરેલી | 520 | 636 |
| જેતપુર | 561 | 632 |
| મહુવા | 521 | 706 |
| ગોંડલ | 550 | 724 |
| કોડીનાર | 470 | 622 |
| પોરબંદર | 541 | 595 |
| કાલાવડ | 515 | 628 |
| જુનાગઢ | 520 | 651 |
| સાવરકુંડલા | 525 | 608 |
| તળાજા | 391 | 631 |
| ખંભાત | 480 | 545 |
| દહેગામ | 520 | 540 |
| જસદણ | 470 | 640 |
| વાંકાનેર | 480 | 580 |
| વિસાવદર | 495 | 587 |
| ખેડબ્રહ્મા | 560 | 570 |
| બાવળા | 555 | 625 |
| દાહોદ | 580 | 610 |