Top Stories
ટિટોડી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો ચોમાસુ ટનાટન? અંબાલાલ પટેલે જણાવી ચોમાસાના વરતારાની રીત

ટિટોડી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો ચોમાસુ ટનાટન? અંબાલાલ પટેલે જણાવી ચોમાસાના વરતારાની રીત

ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ-અલગ રીતે લગાવવામા આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટિટોડીના ઈંડા ક્યાં મૂક્યાં, તેના પરથી ચોમાસું કેવું રહેશે, તેનું અનુમાન લગાવવામા આવતું હોય છે. નોંધનીય છે કે, ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આપણે ટિટોડીએ ઈંડા ક્યાં મૂક્યાં તેના પરથી તારણ લગાવતા હોય છે. પરંતુ ટિટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું ગણાય છે. જો ટિટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો થશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં સારો વરસાદ થાય છે, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં સારો વરસાદ થાય છે, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં સારો વરસાદ થાય અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના સારો વરસાદ આવે છે.

જોકે ટિટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

જો કે પક્ષીઓને દુકાળ પડવાનો હોય ખબર પડી જતી હોય છે. ટિટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.

જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં નાહી તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર, તેમના અવાજ પરથી ચોમાસુ કેવું રહેશે તેનું પણ તારણ કાઢી શકાય. પક્ષીની ચેષ્ટા અને ટિટોડીના ઈંડા ક્યાં મહિનામાં મૂકે તેના પરથી વર્તારો નીકળતો હોય છે. 12 મહિનામાં ગમે ત્યારે ટિટોડી ઈંડા મૂકે અને વર્તારો નીકળે તેવું હોતું નથી.

ચોમાસુ સારુ કે નબળું કેમ જાણવું?