FIR - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ( પ્રથમ માહિતી અહેવાલ )
પોલીસ સ્ટેશનમાં જો જે તે પોલીસ અધિકારી FIR નોંધવાની ના પાડે તો S.P. ને લેખિતમાં જાણ કરવી અથવા ટપાલ દ્વારા મોકલવી.જો S.P પણ ધ્યાન ના આપે તો કોર્ટમાં પણ જઈ શકાય.
જે તે મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન જજ સમક્ષ પણ FIR નોંધાવી શકાય.
સ્ત્રી સાથે સંકળાયેલ ગુના (જેવાકે સ્ત્રીને છેડતી કરવી, બળાત્કાર વગેરે ) માં ભોગ બનેલ સ્ત્રી ઈચ્છે તો પોલીસ જાતે આવી ગુનાની નોંધ લેવાની જોગવાઈ છે.
જો કોઈ ઘટનાક્રમ જે સ્થળે થયો હોય પણ FIR બીજા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવો છો તો તે ગુનો ZERO FIR માં નોંધાશે.