સોમવારે ભારે ઘટાડા બાદ મંગળવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. વિદેશી બજારોમાં મજબૂત વલણને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ ફરી ઘટાડો નોંધાયો છે. આજે 96,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ભાવ પહોંચ્યો છે.
ભારત પાકિસ્તાન યુદ્ધના વિરામ બાદ હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,760 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,710 રુપિયા પર છે
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 96,660 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 88,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 96,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,560 પર છે.
24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.