Top Stories
ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, 1 મે થી લાગુ થશે નવા નિયમો

ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, 1 મે થી લાગુ થશે નવા નિયમો

જો તમે ATMમાંથી વારંવાર રોકડ ઉપાડો છો અથવા બેલેન્સ ચેક કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેના પછી 1 મે, 2025 થી ATM ટ્રાન્ઝેક્શન પરના શુલ્કમાં વધારો થવા જઈ રહ્યો છે

1 મે 2025 થી શું બદલાશે
રોકડ ઉપાડ ફી: ₹17 થી વધીને ₹19 પ્રતિ વ્યવહાર
બેલેન્સ ચેક ફી: ₹6 થી વધીને ₹7 પ્રતિ વ્યવહાર
મફત મર્યાદા: આ નવા શુલ્ક મેટ્રો શહેરોમાં 5 મફત વ્યવહારો અને નોન-મેટ્રો વિસ્તારોમાં 3 મફત વ્યવહારો પછી લાગુ થશે.

ચાર્જ કેમ વધ્યો?
એટીએમ નેટવર્ક ઓપરેટરો અને વ્હાઇટ લેબલ એટીએમ કંપનીઓએ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગણી કરી હતી કારણ કે તેમની જાળવણી અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે. એનપીસીઆઈએ આ માંગણી આરબીઆઈને સુપરત કરી હતી, જેને મંજૂરી મળી ગઈ હતી.