જ્યોતિષ શાસ્ત્રમાં અરુણ એટલે કે યુરેનસને પરિવર્તન, નવીનતા અને અચાનક બદલાવ લાવનાર ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ જ્યારે વક્રી બને છે ત્યારે તે આપણા જીવનમાં આંતરિક પરિવર્તન લાવે છે. 6 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10 વાગીને 23 મિનિટે અરુણ વૃષભ રાશિમાં વક્રી થશે. આ વક્રી 6 સપ્ટેમ્બર 2025થી 3 ફેબ્રુઆરી 2026 સુધી રહેશે, જેમાં તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને પછી ફરીથી વૃષભમાં પાછો ફરશે. વૃષભ રાશિમાં અરુણનું વક્રી થવું અનેક રાશિઓ માટે ખાસ અસરકારક રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે. અરુણ તમારી જ રાશિમાં વક્રી થઈ રહ્યો છે, એટલે તમારા જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. તમે કામ, પૈસા અથવા અંગત જીવનમાં નવી દ્રષ્ટિ અપનાવી શકો છો. જૂની આદતો છોડીને કંઈક નવું કરવાની તક મળશે. જો તમે નવો બિઝનેસ કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે લાભદાયક બની શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને આ સમય દરમિયાન પોતાની વિચારસરણી અને દૃષ્ટિકોણમાં ફેરફાર કરવાનો અવસર મળશે. જો તમે અભ્યાસ, પ્રવાસ કે કઈં નવું શીખવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમય તમારા માટે અનુકૂળ છે. તમારી સર્જનાત્મકતા વધશે અને તમે નવાં કર્યો કરવા માટે પ્રેરિત થશો. આ સમયમાં તમારા લક્ષ્યો પર ધ્યાન આપો અને જૂના ડર પાછળ છોડી દો.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ વક્રી અવધિ કારકિર્દી અને સામાજિક જીવનમાં નવી તક લાવશે. જો તમે નવી નોકરી, પ્રોજેક્ટ કે બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો છે. તમારી સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધશે. જૂના ઉપાયો છોડીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો. મિત્રો અને સહકર્મચારીઓ સાથે નવી યોજનાઓ પર ચર્ચા કરો.
મીન રાશિ
મીન રાશિના જાતકોને આ સમય દરમિયાન પોતાના સંબંધો અને ઘરેલુ જીવનમાં સુધારો કરવાનો અવસર મળશે. જો તમે નવું ઘર કે જમીન ખરીદવાણો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે લાભદાયક બની શકે છે. તમારી વિચારસરણીમાં સ્પષ્ટતા આવશે અને જૂની સમસ્યાઓ ઉકેલવામાં સફળ થશો. આ સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવો અને જરૂરી બદલાવ કરો