Top Stories
સફળતાના માર્ગે ચડવું હોય તો ગણેશ ચતુર્થીના દિવસે કરી નાખો આ ઉપાય, બાપ્પાના મળશે આશીર્વાદ

સફળતાના માર્ગે ચડવું હોય તો ગણેશ ચતુર્થીના દિવસે કરી નાખો આ ઉપાય, બાપ્પાના મળશે આશીર્વાદ

ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરે છે અને શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન અર્ચન કરે છે. દરવર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025, બુધવારના રોજ ઉજવાશે અને તેનું 10 દિવસ બાદ 6 સપ્ટેમ્બર અનંત ચતુદર્શીના દિવસે ગણેશઉત્સવ તહેવારનું સમાપન થશે.

શુભ મુહૂર્તમાં કરો સ્થાપન

ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું શુભ મુહૂર્તમાં સ્થાપન કરવામાં આવે છે. ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપનાને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસોમાં ઘરમાં શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું. તેમજ નિયમમુજબ તમે જેટલા દિવસ ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી હોય તેટલા દિવસ વિધવિત પૂજન કરવું અને સ્વચ્છતા જાળવવી. સંકટ દૂર કરવા અને આર્થિક ઉન્નતિ મેળવવા ગણેશ ચતુર્થી પર આ ઉપાય જરૂર કરો.

બાપ્પાના આર્શીવાદ મેળવવા ગણેશ ચતુર્થી પર કરો ઉપાય

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યા બાદ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો. વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશજીને પ્રિય મોદક અને મિષ્ટાનનો ભોગ લગાવો અને દુર્વા ઘાસ અર્પણ કરો. ગણેશજીના કપાળ પર આ ઘાસ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ પરિવાર સાથે બેસીને એક વખત ગણેશ સ્તોત્રનો પાઠ કરો.

એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે સાચા મનથી ગણેશજીની પૂજા કરવાથી અને ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપાયો કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે. ઘરમાંથી નકરાત્મક ઉર્જા દૂર થશે અને ભગવાન ગણેશ સાથે માતા લક્ષ્‍મીના પણ આર્શીવાદ મળશે