khissu

સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઇમારત, જાણો કોને બનાવી ઇમારત ?

બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથમાં એક જ્યોતિર્લિંગ આવેલું છે. આ સોમનાથમાં મંદિરની નીચે ત્રણ માળની ઇમારત હોવાનું પુરાતત્વ વિભાગે જણાવ્યું છે.

આઈ.આઈ.ટી  ગાંધીનગર અને અન્ય ચાર સંસ્થાઓના આર્કોલોજી નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે તપાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એક વર્ષ પહેલાં દિલ્હીમાં બેઠેલી મીંટિંગમાં કહ્યું હતું.

પુરાતત્વ વિભાગ ની ટીમે સંપૂર્ણ તપાસ કરી ૩૨ પાના નો અહેવાલ તૈયાર કરી સોમનાથ ટ્રસ્ટને સોંપ્યો છે. આ તપાસ માં જાણવા મળ્યું છે કે મંદિર ની નીચે એલ આકારે ત્રણ માલની પાકી ઇમારત છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ની આસપાસ ભગવાન બુદ્ધની ગુફાઓ છે.

એવું માનવામાં આવે છે કે ઇ.સ પૂર્વે અહીંયા એક મંદિર હતું જેને ઘણી વખત વિદેશી આક્રમણો થાય હતા અને મંદિર તોડ્યું હતું અને ઘણી વખતે ભારતના રાજાઓ એ ફરીથી નિર્માણ કરાવ્યું હતું.

જેમાં એક આક્રમણ સૌને હચમચાવી નાંખે તેવું હતું. આ આક્રમણ મહમદ ગઝની એ કર્યું હતું અને સોમનાથ મંદિરને લૂંટીને તોડયું હતું. ત્યારબાદ ભીમદેવ પ્રથમ દ્વારા મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.

હાલનું જે મંદિર છે તે આઝાદી પછી ૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલે નિર્માણ કરાવ્યું હતું અને ડૉ.રાજેન્દ્ર પ્રસાદે તેનો શિલાન્યાસ કર્યો હતો.