એક પાકિસ્તાની મહિલાની ૧૧ કરોડની ગોલમાલ: જાણી ને નવાઈ લાગશે

એક પાકિસ્તાની મહિલાની ૧૧ કરોડની ગોલમાલ: જાણી ને નવાઈ લાગશે

એક પાકિસ્તાની મહિલાએ પોતાને મૃત જાહેર કરી વીમા કંપની પાસેથી લીધા ૧૧ કરોડ રૂપિયા.

તો મિત્રો વાત જાણે એમ છે કે પાકિસ્તાન માં રહેતી સીમા ખારબે નામની મહિલાએ પોતાને મૃત જાહેર કરી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા અને તેનાા બાળકોએ ચાલી રહેલા વીમા પોલિસી ના આધારે વીમા કંપની પાસે થી ૧૧ કરોડ રૂપિયા લઈ લીધા હતા. જે બાદ ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એ શોધખોળ ચાલુ કરી દીધી હતી.

તો મિત્રો આવો જાણીએ પૂરી વાત...

સીમા ખારબે ૨૦૦૮ - ૦૯ માં અમેરિકા જાય છે અને બે મોટી પોલિસી ખરીદે છે. ૨૦૧૧ માં ત્યાંના સ્થાનિક સરકારી અધિકારી ને રિષ્વત આપે છે અને પ્રમાણપત્ર ઉપર દર્શાવે છે કે તેને દફનાવામાં આવેલ છે. પછી તેના બાળકો ખોટા મૃત્યુ પ્રમાણપત્ર નો ઉપયોગ કરી વીમા કંપની પાસે થી ૧૧ કરોડ રૂપિયા મેળવી લે છે.

રસપ્રદ વાત તો એ છે મિત્રો કે સીમા ખારબે પાંચ દેશોની યાત્રા માટે કરાચી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ઉડાન ભરી છે અને ભાગ્ય જોતા દર વખતે સુરક્ષિત રીતે પાકિસ્તાન ફરી આવી જાય છે. પણ અધિકારીઓ એમ કહે છે કે તે પોતાની ઓળખ બદલીને યાત્રા કરતી હતી.

ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી  એ સીમા ખારબે સહિત તેના પુત્ર,, પુત્રી તથા રિશ્વત લીધેલ સરકારી અધિકારી (જેણે ખોટા પ્રમાણપત્રો બનાવવામાં મદદ કરી હતી) સામે કેસ દાખલ કર્યો છે.