khissu

યુકેની રાજનિતીમાં ગોંડલના કેતને મુળિયા નાખી દીધા, પાર્લામેન્ટરી ઈલેક્શનમાં જીતે એટલે વટવૃક્ષ થવાની પુરી તૈયારી

યુકે પાર્લામેન્ટરી ઈલેક્શન 2024માં ગોંડલ પાસેના ગુંદાળા ગામનો 35 વર્ષનો જુવાન કેતન પીપળીયા પણ ચૂંટણી લડી રહ્યો છે. સાંસદપદ માટે કેતન મહેનત કરી રહ્યો છે. સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયર નામની બેઠક પરથી સાંસદ બનવા માટે કેતન મેદાને ઉતર્યો છે. 2009માં ભણવા
માટે યુકે પહોંચેલા કેતને ત્યાં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કર્યો અને હવે તો ફાર્મા કંપની ચલાવે છે. ભારતથી જતા હોય એવા યુવાન-યુવતીઓને નોકરી આપે છે અને સ્થાનિકોને મદદ પણ કરે છે.

જો કે એક જોવા જેવી વસ્તુ એવી છે કે બ્રિટનમાં રાજકારણમાં યુવાનો ખુબ જ ઓછો રસ લે છે. યંગ જનરેસનને પોલિટિક્સમાં અને ચૂંટણી લડવામાં જરાય રસ નથી એવું કહીએ તો પણ ખોટું નથી. સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરની બેઠક પર 9 લોકો ઉભા એમાં પણ સૌથી યુવાન કેતન જ છે.

કેતનની પાર્ટીનું નામ યુકે વોઈસ છે અને હજુ 2022માં જ તેની સ્થાપના થઈ છે. જોકે એની પાર્ટી નેશનલ છે એટલે આખા દેશમાંથી તેના ઉમેદવારો ઊભા રહી શકે છે. જોકે આ વખતે તો કેતન એક જ ઊભા છે, પણ આ વખતે સફળતા મળે એટલે એ પોતાનો પક્ષ વિસ્તારશે અને વધારે બેઠક પર ઉભા રહેવાની યોજના બનાવશે.

હાલમાં તૈયારીના ભાગરુપે ચાલતી પવૃતિ વિશે માહિતી આપતા કેતનભાઈ જણાવે છે કે, લોકલ એરિયામાં સર્ચમાં લેક્ચર આપીએ છીએ. તેમજ શાળા પુરી થતાં બાળકોના માતા પિતાને ચૂંટણી વિશે અને મતદાન વિશે જાગૃતિ આપીએ. વૃદ્દાશ્રમમાં પણ અમે લોકો જઈને અમારા વિશે તેમજ અમારી પાર્ટીના કાર્ય વિશે માહિતી આપી મતદાન જાગૃતિ વિશે માહિતી આપીએ છીએ.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

જોકે ગુજરાતથી યુકે જવા માંગતા લોકો મોટી સંખ્યામાં છે, પણ તેમને મદદ કરનારા ઓછા છે. એ બધાને મદદ મળી રહે એ પણ પણ કેતનનો ઉદ્દેશ છે. કેતન પોતે બ્રિટનમાં આ પ્રકારનો સંઘર્ષ કરી ચૂક્યા છે. હવે ગુજરાતથી બ્રિટન આવનારા લોકોને ઓછી મુશ્કેલી પડે એ માટે પણ ચૂંટાવુ પડે. કેમ કે સાંસદ બન્યા વગર એક હદથી વધારે મદદ કરી શકાતી નથી.

સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરના મતદારોમાં ભારતીયોની વસતી સારી છે. એ બધા વચ્ચે કેતન સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. એ વચ્ચે ગુજરાતી યુવાનને કેટલી સફળતા મળે છે એ પરિણામના દિવસે ખબર પડશે. પણ રાજકારણમાં ભારતીયો અને ગુજરાતીઓનું મહત્ત્વ વધી રહ્યું છે, તેની કોઈ ના પાડી ન શકે. હાલમાં કેતન પોતાની રીતે પાર્ટી માટે ચારેકોર લડી રહ્યા છે.