khissu

3,32,465 કરોડનું ઐતિહાસિક, જાણો ખેડૂત, મહિલા અને યુવા વર્ગને શું ?

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે, આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ચાલો, જાણીએ આ બજેટમાં કરાયેલી મહત્વની જાહેરાતો

- 5 જી ગુજરાત બને. ફાઈવજી ગુજરાતની કલ્પના, ગરવી ગુજરાત, ગ્રીન, ગ્લોબલ અને ગતિશિલ ગુજરાતની સીએમની ખેવના.
- વિવિધ વિભાગોની પોષણ લક્ષી યોજનામાં નોંધપાત્ર વધારો, 3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજના માટે આગામી વર્ષે 5500 કરોડની જોગવાઈ
- આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત. લાભાર્થીઓનો વ્યાપ વધારાશે નવી યોજનાઓ શરુ કરાશે.
- કિશોરીઓ માટે નમો લક્ષ્‍મી યોજનાની જાહેરાત
- 10 લાખ વિદ્યાર્થીઓ માટે 9-10 માટે 10 હજાર, 11-12 માટે 15 હજાર સહાય
- સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નમો શ્રી યોજના, 12 હજારની સહાય , 750 કરોડની જોગવાઈ
- દૂધસંજીવની યોજના, ફેટનુ પ્રમાણ 4.5 ટકા કરાશે
- આંગણવાડીઓ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની જાહેરાત
- 3 વર્ષમાં 8 હજાર નવી આંગણવાડીનું નિર્માણ
- 20 હજાર આંણવાડીઓને આઈટી કનેક્ટિવીટી પૂરી પડાશે
- પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં 3100 કરોડની જોગવાઈ
- કેન્સરના દર્દીઓને સારવાર માટે 600 કરોડના ખર્ચે કેન્સર ઈનસ્ટિ. ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે સરકારના નિર્ણયની જાહેરાત
- વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત, ધો-11માં 10- હજાર- ધો.12માં મળી કુલ 25 હજારની સહાય
-સ્માર્ટ ક્લાસરુમથી સજ્જ કરવા 2હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરાશે
- નિર્મળ ગુજરાત 201ની જાહેરાત- 2500 કરોડની જોગવાઈ
- હાઈડ્રોજન ગ્રીન 30 સુધીમાં 5 મિલીયન મેટ્રિક ટન લક્ષ્‍યાંક
- પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા 1 કરોડ ઘરોનો સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્‍યાંક, 82 ટકા ઘરોમાં રૂફટોપ,, 6 ટકા લક્ષ્‍યાંક સિદ્ધ કર્યો યોજનાના જાહેરાત પહેલા
-સુરત ડાયમંડ બુર્સ પન્ટાગોનથી મોટું
- અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓના રોકાવા માટે ધામ બનાવવા જમીન મેળવવામાં આવી.