કાલથી ગેસ સિલિન્ડર ના 4 નિયમો બદલાશે : ખાસ જાણી લો.

૧લી નવેમ્બરથી રાજ્યમાં ગેસ સિલિન્ડરના ચાર નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે.


1) OTP વગર ગેસ સિલિન્ડર નહીં મળે.


LPG ગેસ સિલિન્ડરની ડીલેવરી સિસ્ટમને લઈને કંપની એ ફેરફાર કર્યો છે, જેમાં હવે તમારી પાસે બુકિંગ OTP હોવો જરૂરી બનશે. જો તમારી પાસે બુકિંગ OTP નહીં હોય તો તમને ગેસ સિલિન્ડર નહીં મળે. 


Delivery Authentication code (DAC) નામ આપવામાં આવ્યું છે. મહિને 12 સિલિન્ડર મળે છે જેમાં ઘણી વખત ખોટી જગ્યા પર ગેસ સિલિન્ડર ડિલીવરી થઈ જતો હતો એટલે આ નિર્ણય લીધો છે. 


જ્યારે તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો ત્યારે OTP જનરેટ થાય છે એ OTP તમારી પાસે પણ હશે અને ડિલિવરી કરવા આવનાર વ્યક્તિ પાસે પણ હશે જો બંને સરખા મળતાં હશે તો જ તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 


જો mobile number અપડેટ નથી તો delivery બોય Aplication દ્વારા કોડ જનરેટ કરશે અને ત્યાર પછી સિલિંડર મળશે. 


હાલ 100 સિટીમા પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે ત્યારે પછી બીજા સિટી માં લાગુ થશે. 


2) Inden ગેસ સિલિંડર :


જો તમે ઇન્ડિયન ગેસ સિલિન્ડરના ગ્રાહક છો તો તેમનો જુનો બુકિંગ નંબર બદલાઈ ચૂક્યો છે. અને નવો બુકિંગ નંબર તમારા રજિસ્ટર નંબર પર મોકલવામાં આવ્યો હશે.


અથવા LPG ના બદલાયેલા નિયમ અનુસાર તમે 7718955555 પર કોલ કરી કે SMS કરી બૂક કરાવી શકો છો.
જો તમે WhatsApp થી બુકિંગ કરવા માંગો છો તો આ છે નંબર.7588888824, જ્યારે મેસેજ કરો ત્યારે REFILL ટાઈપ કરવાનું છે અને જે નંબર રજિસ્ટર છે તેમાંથી જ મેસેજ કરવાનો છે. 


3) ગેસ સિલિંડર ડિલીવરી માટે નામ અને મોબાઇલ નંબર અપડેટ:


ઓઇલ કંપની દ્વારા તેમના ગ્રાહકો ને માહિતી આપવામાં આવી છે કે બુકિંગ નાં નિયમો બદલાઈ રહ્યા છે માટે જે ગ્રાહક નું નામ, એડ્રેસ, અને મોબાઇલ નંબર ખોટા છે તો અપડેટ કરાવી મૂકે બાકી ગેસ સિલિન્ડર ડિલીવરી નહીં થાય.


4) દર મહિને ગેસ સિલિન્ડરના ભાવ

નક્કી કરવામાં આવતા હોય છે વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે.


આ માહિતીને વધારે સરળ રીતે સમજવા ઉપર આપેલ વિડિયો જોવો.