khissu

Good News: 1 સપ્તાહ બાદ ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયા

દેશના કરોડો ખેડૂતો માટે આ વખતો હપ્તો નવા વર્ષની ભેટ બનવા જઈ રહ્યો છે. યોજના હેઠળ, પાત્રતા ધરાવતા ખેડૂતોને આગામી 15મી તારીખે 10મા હપ્તાના 2000-2000 હજાર રૂપિયા મળવાના છે. કેટલાક ખેડૂતોને રૂપિયા 4000 મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બરે મોદી સરકાર ડિસેમ્બર-માર્ચ માટે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નાખશે. કેટલાક રાજ્યોની સરકારોએ Rft પર હસ્તાક્ષર કર્યા છે. મતલબ કે હવે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તે જ સમયે, કેટલાક રાજ્યોના ખેડૂતોના સ્ટેટસમાં  Waiting for approval by state લખેલુ જોવા મળી રહ્યું છે, જે પણ એક-બે દિવસમાં એક પગલું આગળ વધશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આગામી હપ્તાના નાણાં ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાના છે. જો ખેડૂતો દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો 15મી ડિસેમ્બરે ખાતામાં દસમા હપ્તાના 2,000 રૂપિયા આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કરી ચૂકી છે.

આ ખેડૂતોને 4000 રૂપિયા મળશે
તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 9મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તમને પૈસા મળશે કે નહીં તે તપાસો
જો તમે પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું નામ આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.
3.Farmers Corner વિભાગની અંદર, તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.
5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

આ રીતે હપ્તાની સ્થિતિ તપાસો
વેબસાઇટ પર પહોંચ્યા પછી, જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી લાભાર્થી સ્થિતિ (Beneficiary Status) વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.