Top Stories
khissu

આનાથી સારું વળતર બીજું શું હોય?? 3000 રૂપિયાના રોકાણમાં મળશે 4.50 કરોડ, જાણો ક્યાં કરવાનું છે રોકાણ

જો તમને તમારી નિવૃત્તિ સમયે સારું વળતર જોઈતું હોય તો અત્યારથી જ સજાગ રહેવાની જરૂર છે,  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. શક્ય તેટલું વહેલું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારું છે. એટલે કે આ ફંડમાં રોકાણ નાની ઉંમરથી જ શરૂ કરી દેવું જોઈએ. કેટલાક નિષ્ણાતો પ્રથમ નોકરી મેળવ્યા પછી તરત જ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવાની ભલામણ કરે છે. જો તમારી ઉંમર 30 વર્ષ છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 3000નું રોકાણ કરીને, તમે 30 વર્ષ પછી રૂ. 4.5 કરોડની રકમ મેળવી શકો છો, જે તમારા માટે કામ લાગી શકે છે. તમને આ ફંડમાં રોકાણનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તેમાં વ્યવસ્થિત રીતે રોકાણ કરશો. તેથી, અમે તમને અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ.

તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશેઃ

મ્યુચ્યુઅલ ફંડની સૌથી મોટી વિશેષતા એ છે કે તમને તેમાં ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. મતલબ તમને 30 વર્ષમાં 15% સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે. પરંતુ, સૌથી વધુ મહત્વની બાબત એ સૌથી સચોટ ફોર્મ્યુલા છે, જે SIPમાં વધારાની રકમ ઉમેરશે. આ ફોર્મ્યુલા સ્ટેપ અપ એસઆઈપીની છે. આમાં તમારે દર વર્ષે માત્ર 10%નો સ્ટેપ-અપ રેટ રાખવો પડશે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

10% સ્ટેપ-અપ રૂ. 4.50 કરોડની કમાણી કરાવશે:

ધારો કે તમારી ઉંમર 30 વર્ષ છે. તમે દરરોજ 100 રૂપિયાની બચત કરો અને SIPમાં રોકાણ કરો અને 30 વર્ષ માટે લાંબા ગાળાની વ્યૂહરચનાનું લક્ષ્ય રાખો. તમે દર વર્ષે 10% સ્ટેપ-અપ પણ કરી રહ્યા છો. આનો અર્થ એ છે કે જો તમે 3000 રૂપિયાથી શરૂઆત કરી છે, તો તમારે આગામી વર્ષમાં તેમાં 300 રૂપિયાનો વધારો કરવો પડશે. આ 30 વર્ષ સુધી દર વર્ષે ચાલુ રાખવું પડશે. 30 વર્ષ પછી તમારી પાસે 4,50,66,809 રૂપિયાની મેચ્યોરિટી રકમ હશે.

SIP કેલ્ક્યુલેટર શું કહે છે:

SIP કેલ્ક્યુલેટર મુજબ 30 વર્ષમાં તમારું કુલ રોકાણ રૂ. 59,21,785 થશે. પરંતુ, અહીં એકલા રિટર્નમાંથી નફો 3 કરોડ 91 લાખ 45 હજાર રૂપિયા થશે. આને SIPમાં વળતરનો જાદુ કહેવામાં આવે છે. આ રીતે, સ્ટેપ-અપની મદદથી તમારી પાસે પાકતી મુદતે 4.50 કરોડ રૂપિયાનું વિશાળ ફંડ તૈયાર હશે.