Top Stories
khissu

મોદી સરકારની શાનદાર યોજના, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, જાણો કઇ રીતે

લખપતિ દીદી યોજના હેઠળ તમને વ્યાજ વગર લોન મળે છે. હાલમાં આ યોજના હેઠળ લાભ લેનારા લોકોની સંખ્યા વધારીને 3 કરોડ કરવાનો લક્ષ્યાંક છે. આ યોજનામાં મહિલાઓને કૌશલ્યની તાલીમ આપીને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સ્થિતિ સુધરી શકે.  આ સાથે તે આ કૌશલ્ય દ્વારા પોતાને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.

આ યોજના સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી.  આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ મહિલાઓએ લખપતિ દીદી બનીને સફળતા હાંસલ કરી છે.  આ યોજના માટે 18 થી 50 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

આ યોજના માટે અરજી કરવા માટે, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો પુરાવો, બેંક પાસબુક અને માન્ય મોબાઇલ નંબરની જરૂર પડશે.

લખપતિ દીદી યોજના દ્વારા વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન ઉપલબ્ધ છે.  આ સાથે ઓછા ખર્ચે વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે.  આ યોજના મહિલાઓની કમાણી વધારવા માટે શરૂ કરવામાં આવી છે.